મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

આ 4 વસ્તુની મદદથી ઘરે બનાવો કેમિકલ ફ્રી શેમ્પૂ, ઓછા ખર્ચમાં હેલ્ધી અને સિલ્કી બનશે તમારા વાળ

દરેક છોકરી ઈચ્છે છે કે હેલ્ધી અને સિલ્કી હોય, પરંતુ પ્રદૂષણને કારણે વાળની કાળજી રાખવી મુશ્કેલ થઈ જાય છે. પ્રદૂષણ

આ 4 વસ્તુની મદદથી ઘરે બનાવો કેમિકલ ફ્રી શેમ્પૂ, ઓછા ખર્ચમાં હેલ્ધી અને સિલ્કી બનશે તમારા વાળ

દરેક છોકરી ઈચ્છે છે કે હેલ્ધી અને સિલ્કી હોય, પરંતુ પ્રદૂષણને કારણે વાળની કાળજી રાખવી મુશ્કેલ થઈ જાય છે. પ્રદૂષણની સાથે સાથે ખાણી-પીણીની આદતો પણ વાળને નુકસાન પહોંચાડી શકે છે. વાળને યોગ્ય પોષણ ન મળવાને કારણે વાળ ખરવા લાગે છે.

મોટાભાગની મહિલાઓ હેર કેર માટે ખૂબ જ મોંઘા શેમ્પૂનો ઉપયોગ કરે છે, પરંતુ તેમને તેનો બહુ ફાયદો નથી મળતો. આવી સ્થિતિમાં, જો તમારા વાળ કેમિકલવાળા શેમ્પૂના કારણે સતત ખરતા હોય, તો 4 વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે શેમ્પૂ બનાવી શકો છો.

અહીં અમે તમને ઘરે શેમ્પૂ બનાવવાની સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ. આ શેમ્પૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.

શેમ્પૂ બનાવવા માટેની વસ્તુઓ

  • રીઠા
  • આમળા
  • શિકાકાઈ
  • મેથીના દાણા

શેમ્પૂ કેવી રીતે બનાવવું

ઘરે શેમ્પૂ બનાવવું એકદમ સરળ છે. આ માટે તમારે 5-6 રીઠા, 2 ચમચી આમળા પાવડર, 5-6 શિકાકાઈની શીંગો અને 1 ચમચી મેથીના દાણાની જરૂર પડશે.

શેમ્પૂ તૈયાર કરવા માટે આ બધી વસ્તુઓને 2-3 કપ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પછી, બીજા દિવસે તેને 10-15 મિનિટ માટે ધીમી આંચ પર ઉકાળો.

થોડા સમય પછી, મિશ્રણને ઠંડુ થવા દો, પછી તેને ગાળી લો અને શેમ્પૂ તરીકે ઉપયોગ કરો. તેને રેફ્રિજરેટરમાં 1-2 અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય છે. આ શેમ્પૂનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા વાળ કુદરતી રીતે સ્વચ્છ અને સ્વસ્થ રહેશે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો