ચોમાસામાં વાળની ફ્રિઝીનેસ દૂર કરશે આ કન્ડિશનર, જાણો તેને ઘરે બનાવવાની રીત
વાળ અને તેની સ્કેલ્પમાં જમા થયેલી ગંદકીને સાફ કરવા માટે આપણે શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ. શેમ્પૂ વાળમાં જમા થયેલી

વાળ અને તેની સ્કેલ્પમાં જમા થયેલી ગંદકીને સાફ કરવા માટે આપણે શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ. શેમ્પૂ વાળમાં જમા થયેલી ગંદકીને સાફ કરે છે, પરંતુ માત્ર કન્ડિશનર વાળના પોષણની જરૂરિયાત પૂરી કરે છે, કારણ કે સતત શેમ્પૂ કરવાથી વાળ શુષ્ક અને નિર્જીવ થવા લાગે છે. આવી સ્થિતિમાં, તેમને નરમ બનાવવા માટે કન્ડિશનરની જરૂર છે. લોકો માર્કેટમાં ઉપલબ્ધ અલગ અલગ કન્ડિશનરનો ઉપયોગ કરે છે. જ્યારે કેટલાક લોકો હોમમેડ કન્ડિશનરનો પણ ઉપયોગ કરે છે. આજે અમે તમને આવા જ કન્ડિશનર બનાવવાની રીત જણાવીશું. આ હોમમેડ કન્ડિશનર વાળની ફ્રિઝીનેસ દૂર કરવામાં મદદ કરશે. તે પહેલા જાણો કન્ડિશનરના પ્રકાર વિશે.
કન્ડિશનરના પ્રકાર
ટ્રેડીશનલ કન્ડિશનર - ટ્રેડીશનલ કન્ડિશનર એટલે સ્કેલ્પ સિવાય વાળની લેન્થમાં લગાવવામાં આવતું કન્ડિશનર, જે સામન્ય રીતે શેમ્પૂ કર્યા બાદ લગાવવામાં આવે છે.
લીવ-ઈન કન્ડિશનર - લીવ-ઈન કન્ડિશનરને લગાવ્યા બાદ તેને ધોવાની જરૂર નથી. આ કન્ડિશનર ક્રીમ અને સ્પ્રે બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે.
ડીપ કન્ડિશનર - ડીપ કન્ડિશનર, 20થી 30 મિનિટ સુધી લગાવવામાં આવે છે, તે વાળને ઊંડા પોષણ આપવાનું કામ કરે છે.
વાળ માટેના તમામ કન્ડિશનરના પોતાના ફાયદા છે. પરંતુ વાળ ખરતા અટકાવવામાં માત્ર ડીપ કન્ડિશનર જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, જો તે ઘરે બનાવેલ હોય, તો તે સંપૂર્ણ પોષણ પણ પ્રદાન કરે છે.
હોમમેડ ડીપ કન્ડિશનર
નારિયેળનું દૂધ અને ગુલાબ જળ
ચાર ચમચી નારિયેળના દૂધમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરીને વાળ અને સ્કેલ્પ પર લગાવો અને 20 મિનિટ પછી શેમ્પૂથી ધોઈ લો. આને લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યામાં રાહત મળે છે.
મધ અને ઓલિવ ઓઈલ
બે ચમચી મધમાં ચાર ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરીને વાળમાં લગાવો અને તેને શાવર કેપથી 30 મિનિટ સુધી ઢાંકીને રાખો અને પછી તેને હળવા શેમ્પૂથી ધોઈ લો.
એવોકાડો અને બનાના
એક પાકેલા કેળામાં એક એવોકાડો અને એક ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો અને તેને ભીના વાળ પર સ્કેલ્પથી વાળની લેન્થ સુધી સારી રીતે લગાવો. 30 મિનિટ પછી તેને શેમ્પૂથી ધોઈ લો.
એલોવેરા અને ઓલિવ ઓઈલ
બે ચમચી એલોવેરા જેલમાં બે ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરીને વાળમાં લગાવો અને 25-30 મિનિટ પછી શેમ્પૂથી ધોઈ લો.
શિયા બટર, કોકોનટ ઓઈલ અને આર્ગન ઓઈલ
એક ચમચી શિયા બટર ઓગાળી અને તેમાં બે ચમચી નારિયેળ તેલ અને એક ચમચી આર્ગન ઓઈલ મિક્સ કરીને સ્કેલ્પથી વાળની લેન્થ સુધી લગાવીને મસાજ કરો અને અડધા કલાક પછી શેમ્પૂથી ધોઈ લો.








