મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

રક્ષાબંધન પહેલા ચહેરા પરથી ટેનિંગ દૂર કરવા માટે ફોલો કરો આ ટિપ્સ, તમને મળશે ગ્લોઇંગ સ્કિન

મોટાભાગના લોકોએ રક્ષાબંધનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, મહિલાઓ આ દિવસે ખાસ દેખાવાનો પ્રયાસ કરે છે. મહિલાઓ

રક્ષાબંધન પહેલા ચહેરા પરથી ટેનિંગ દૂર કરવા માટે ફોલો કરો આ ટિપ્સ, તમને મળશે ગ્લોઇંગ સ્કિન

મોટાભાગના લોકોએ રક્ષાબંધનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, મહિલાઓ આ દિવસે ખાસ દેખાવાનો પ્રયાસ કરે છે. મહિલાઓ કપડાથી લઈને વાળ અને મેકઅપ સુધીની દરેક વસ્તુનું ધ્યાન રાખે છે. આવી સ્થિતિમાં જો તડકા અને ગરમીને કારણે તમારો ચહેરો ટેન થઈ ગયો હોય અને તમને પાર્લર જઈને ફેશિયલ કરાવવાનો સમય નથી મળતો તો તમે ઘરે જ કેટલીક પદ્ધતિઓ અપનાવીને ટેનિંગથી છુટકારો મેળવી શકો છો.

એલોવેરા, હળદર અને મધનો ફેસ પેક

એલોવેરા, હળદર અને મધ, આ ત્રણ કુદરતી વસ્તુઓ ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે 3 ચમચી તાજું એલોવેરા જેલ, એક ચમચી હળદર પાવડર અને 2 ચમચી મધ મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવી શકો છો. 10થી 15 મિનિટ સુધી રાખ્યા બાદ ચહેરાને પાણીથી સાફ કરી લો. આ ફેસ પેક ટેનિંગ દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

હળદર અને દૂધનો ફેસ પેક 

ટેનિંગની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે હળદર અને દૂધની પેસ્ટ બનાવીને લગાવી શકો છો. સનટેનથી છુટકારો મેળવવા ઉપરાંત, તે તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદ કરી શકે છે.

મુલતાની માટી અને એલોવેરા જેલનો ફેસ પેક

ટેન ઘટાડવાની સાથે, મુલતાની માટી અને એલોવેરા જેલનો ફેસ પેક વધારાનું તેલ, ગંદકી અને ડેડ સ્કિન સેલ્સને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ પેસ્ટને તમારા ચહેરા પર 15 મિનિટ સુધી લગાવ્યા પછી, તમારા ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એકવાર આ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

બટેટાનો ફેસ પેક

ટેનિંગ, ડાર્ક સર્કલ અને ચહેરા પરના પીમ્પ્લ્સ ઘટાડવામાં બટેટા ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે તમારે બટાકાને મિક્સરમાં પીસી લેવાના છે. પછી તેને રૂની મદદથી ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી પાણીથી ચહેરો સાફ કરી લો. તમે ચહેરા પર બટેટાનો રસ પણ લગાવી શકો છો. તમે અઠવાડિયામાં 2થી 3 વખત તેનો ઉપયોગ કરી શકો છો.

આ સમાચાર શેર કરો