Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : If you get bitten by a snake, do this immediately to save your life!

Health News : સાપ કરડી જાય તો જીવ બચાવવા તરત જ કરો આ કામ! વાંચી લો આ કામની માહિતી

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Health News : સાપ કરડી જાય તો જીવ બચાવવા તરત જ કરો આ કામ! વાંચી લો આ કામની માહિતી
સોર્સ : gstv

કોઈ ગમે તેટલું નીડર કેમ ન હોય, સાપનું નામ સાંભળતા જ પરસેવો છૂટી જાય છે. આવામાં માની લો કે તમે ક્યાંક જઈ રહ્યા છો અને અચાનક તમારી સામે સાપ આવી જાય અને તે તમારા પર જ ફૂંફાડો મારવા લાગે તો તમે શું કરશો? અચાનક આ પ્રકારના હુમલાથી કોઈ પણ ડરી જશે. ડરના કારણે તમારા શરીરમાં હોર્મોન્સ સક્રિય થઈ જશે અને તેના લીધે આખા શરીરમાં ધ્રુજારી થવા લાગશે. પરંતુ અસલી સવાલ એ છે કે આ થોડી સેકન્ડો વાળી સ્થિતિમાં તમે શું કરશો? તો અહીં જાણો સાપ સામે આવી જાય તો શું કરવું?

App Store

સાપ સામે આવી જાય તો શું કરવું?

ડો.એ જણાવ્યું કે જો અચાનક તમારી સામે સાપ આવી જાય અને હજુ સુધી કરડ્યો નથી, તો સૌથી પહેલો ઓપ્શન એ જ છે કે તમે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરો. તે પહેલાં પોતાના ડર પર કાબૂ મેળવો, લાંબો ઊંડો શ્વાસ લો અને પછી ભાગવાની કોશિશ કરો. થોડી સેકન્ડોની આ રમતમાં આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે યોગ્ય રીતે ભાગશો તો સાપ તમારાથી વધારે ઝડપથી નહીં ચાલી શકે. જો કે, એવું બહુ ઓછું બને છે કે સાપ કોઈના પર ફૂંફાડો મારીને કરડવાનો પ્રયત્ન કરે. સાપ અવારનવાર છુપાઈને કરડે છે. અને અસલી સમજદારી એ જોવામાં હોય છે કે ત્યાં તમારું મગજ કેવી રીતે કામ કરે છે. આમાં પણ સૌથી પહેલું કામ ડર પર કાબૂ મેળવવાનું જ છે. ગમે તે પરિસ્થિતિમાં ડરને નિયંત્રિત કરવાનો છે, તો જ તમે કંઈક વિચારી શકશો.

સાપ કરડે તો ત્યાંથી ભાગશો નહીં

આ વાત કદાચ જ કોઈને ખબર હશે કે સાપ જો કરડે તો ભલે સાપ તમારી પાસે જ હોય, ત્યાંથી ભાગવાનો પ્રયત્ન ન કરો. ડૉ. કહે છે કે સામાન્ય રીતે જ્યારે સાપ કરડે છે ત્યારે તે પોતે જ ત્યાંથી ભાગી જાય છે, પરંતુ જો તમને લાગે કે સાપ કરડી ગયો અને તે અહીં જ છે એટલે ભાગવું જ શ્રેષ્ઠ વિકલ્પ છે, તો આ તમારી સૌથી મોટી ભૂલ હશે. તેનું કારણ એ છે કે જો તમે ત્યાંથી ઝડપથી ભાગશો, તો જેટલી ઝડપથી ભાગશો સાપનું ઝેર તમારા લોહીમાં એટલી જ ઝડપથી ફેલાશે. સાપનું ઝેર સીધું લોહીમાં ભળે છે અને લોહીમાં ભળ્યા પછી તમારા હલનચલનથી તે લોહીની સાથે શરીરના અન્ય અંગોમાં પહોંચે છે. તેથી તમારું હલનચલન જેટલું ઓછું હશે, સાપનું ઝેર એટલું ધીમે-ધીમે ફેલાશે. આવી સ્થિતિમાં તમને સારવાર માટે ઘણો વધારે સમય મળી જશે.

સાપ કરડવા પર શું કરવું?

ડૉ. કહે છે કે જો સાપ કરડે તો ત્યાંથી ભાગો નહીં, ત્યાં જ આસપાસ બેસી જાઓ. એકદમ શાંત રહો. ડરને કાબૂમાં કરો. લાંબો ઊંડો શ્વાસ લો. બિલકુલ શાંત રહો, તમારું હલનચલન જેટલું ઓછું રહેશે એટલો જ તમને વધુ સમય મળશે. જો તમે ટાઈટ કપડાં, ઘડિયાળ કે વીંટી પહેર્યા હોય તો તેને કાઢી લો. જ્યાં સાપે કરડ્યો છે તે જગ્યાને સાબુથી ધોવાનો પ્રયત્ન કરો. જો કંઈ ન મળે તો તેને પાણીથી સાફ કરવાની કોશિશ કરો. હવે જ્યાં સાપે કરડ્યો છે ત્યાં પટ્ટી બાંધી લો. ત્યારબાદ જેટલું જલ્દી શક્ય હોય, જેમ બને તેમ હોસ્પિટલ પહોંચવાનો પ્રયત્ન કરો.

પટ્ટી બાંધવાની સાચી રીત

પટ્ટી બાંધવાની એક અલગ રીત હોય છે, જેને બેન્ડેજ પણ કહેવાય છે. સામાન્ય રીતે જ્યારે કોઈને સાપ કરડે છે ત્યારે લોકો ત્યાં ખૂબ ટાઈટ પટ્ટી બાંધી લે છે. ડૉ. કહે છે કે એવું બિલકુલ ન કરો. પટ્ટીને જો વધારે પડતી ટાઈટ બાંધશો તો ત્યાં બ્લડ સર્ક્યુલેશન (લોહીનું પરિભ્રમણ) અટકી જશે, જેનાથી તે અંગ નકામું થઈ શકે છે. તેથી એવું નથી કરવાનું. આમાં તમારે ઉપરથી લઈને નીચે સુધી એવી રીતે પટ્ટી બાંધવાની છે કે જે ન તો વધારે ટાઈટ હોય ન તો વધારે ઢીલી હોય. આનાથી લિમ્ફેટિક વેસેલ્સ (લસિકા વાહિનીઓ) બંધ થઈ જશે પરંતુ આર્ટરીઝ (ધમનીઓ) બંધ નહીં થાય. ધમનીઓના માધ્યમથી જ ઓક્સિજનવાળું લોહી હૃદયમાંથી આખા શરીરમાં પહોંચે છે. બીજી તરફ લિમ્ફેટિક વેસેલ્સથી ઝેર નહીં ફેલાય.

લિમ્ફેટિક વેસેલ્સ એ પાતળી દીવાલવાળી નળીઓ હોય છે જેમાં શરીરના રક્ષણ માટે પ્રવાહી ભરેલું હોય છે. આ પ્રવાહીમાં શરીરનો કચરો, કીટાણુ અને આ બધાથી બચાવતા ઇમ્યુન સેલ્સ (રોગપ્રતિકારક કોષો) હોય છે. જો આપણે હલનચલન કરીશું તો લિમ્ફેટિક વેસેલ્સના વાલ્વ ખુલી જશે અને ઝેર આગળ વધવા લાગશે. આ જ કારણ છે કે સાપ કરડ્યા પછી ડૉક્ટર હલનચલન કરવાની ના પાડે છે.

જો પટ્ટી ન મળે તો શું કરવું?

જો તે સમયે તાત્કાલિક પટ્ટી ન મળે તો શું કરવું જોઈએ? ડૉ. જણાવ્યું કે જો તરત પટ્ટી ન મળે તો સુતરાઉ (કોટન) ટુવાલ અથવા ધોતીના ટુકડા કે કોઈ પણ પ્રકારના સુતરાઉ કપડાને વિકલ્પ તરીકે પસંદ કરવો જોઈએ. જો આ બધું પણ ન મળે તો પોતાનું ગંજી કાઢીને તેને ફાડી નાખો અને તેનો જ પટ્ટી તરીકે ઉપયોગ કરો. ધ્યાનમાં રાખો કે પટ્ટી એકદમ સાફ, સૂકી અને સુતરાઉ હોવી જોઈએ.

સાપ કરડ્યા પછી આ કામ બિલકુલ ન કરો

  • સાપ કરડે તો ક્યારેય પણ ત્યાં બરફ ન લગાવો.
  • જ્યાં ઘા છે ત્યાં કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરો, ન તો ત્યાં મોંથી કે દાંતથી કરડીને લોહી નિકાળવાનો પ્રયત્ન કરો.
  • સાપ કરડ્યા પછી કોફી (કેફીન) કે દારૂ ન પીવો.
  • સાપને પકડવાનો કે મારવાનો પ્રયત્ન ન કરો. પરંતુ જો શક્ય હોય તો તેનો રંગ અને આકાર યાદ રાખો જેથી ડૉક્ટરને જણાવી શકાય. જો સુરક્ષિત અંતરથી શક્ય હોય તો તે સાપનો ફોટો પાડી લો. આ માહિતી સારવારમાં મદદ કરે છે.
  • સાપ કરડવા પર ક્યારેય પણ ઘરગથ્થુ નુસ્ખા કે ઝાડ-ફૂંકનો ઉપયોગ ન કરો. સમય બગાડ્યા વિના સીધા જ હોસ્પિટલ પહોંચો.

નોંધ : આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.