મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe : શિયાળામાં ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુ, આંગળીઓ ચાટતા રહી જશે મહેમાનો!

શાકમાં દરરોજ શું બનાવવું તે દરેક ગૃહિણીનો પ્રશ્ન હોય છે. બાળકો અને ઘરના વડીલો બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની

Recipe : શિયાળામાં ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુ, આંગળીઓ ચાટતા રહી જશે મહેમાનો!

શાકમાં દરરોજ શું બનાવવું તે દરેક ગૃહિણીનો પ્રશ્ન હોય છે. બાળકો અને ઘરના વડીલો બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય. તો બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે. ગરમા ગરમ રોટલી સાથે દમ આલુનું શાક હોય તો ખાવાની મજા પડી જતી હોય છે. આજે રેસ્ટોરાં જેવું જ ટેસ્ટી દમ આલુનું (Dum Aloo Shaak) શાક ઘરે કેવી રીતે બનાવવું તે અંગે જણાવશું...

દમ આલુ બનાવવાની સામગ્રી
4-5 મધ્યમ બટાકા
2 મધ્યમ ડુંગળી
2 મધ્યમ ટામેટાં
1 ચમચી જીરું
1 ચમચી ધાણા પાવડર
1 ચમચી ગરમ મસાલા પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
સ્વાદ મુજબ મીઠું
2 ચમચી તેલ
2 લીલા મરચા
2 લવિંગ લસણ
1 ચમચી આદુની પેસ્ટ
2 ચમચી દહીં

દમ આલુ બનાવવાની રીત
બટાકાને ધોઈને તેની છાલ ઉતારી લો. બાફી લો.
ડુંગળી, ટામેટા, લીલા મરચા અને લસણને બારીક કાપો.
એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.
પછી ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો.
લીલા સમારેલા મરચા, લસણ અને ટામેટાં ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો.
બટાકા અને જરૂરી મસાલા ઉમેરો અને મિક્સ કરો.
પછી દહીં ઉમેરો અને મિક્સ કરો. મીઠું અને પાણી ઉમેરો અને ધીમી આંચ પર રાંધો.
ગરમ મસાલા પાવડર ઉમેરો અને મિક્સ કરો, કોથમરીથી ગાર્નિસ કરો. ગરમાગરમ નાન, રોટલી કે ભાત સાથે સર્વ કરો.

આ સમાચાર શેર કરો