Parenting Tips / માતા-પિતાની આ સારી આદતોથી શિસ્તબદ્ધ બને છે બાળકો, તમે પણ અપનાવો
બાળકોનું વર્તન માતા-પિતાની આદતોનું પરિણામ છે. બાળકો તેમને જોઈને જ બધું શીખે છે. જો માતા-પિતામાંથી એક વધુ

બાળકોનું વર્તન માતા-પિતાની આદતોનું પરિણામ છે. બાળકો તેમને જોઈને જ બધું શીખે છે. જો માતા-પિતામાંથી એક વધુ આક્રમક અથવા ગુસ્સાવાળા હોય, તો બાળકો પણ તે જ રીતે વર્તે છે. બાળકો તેમનું રૂટીન પણ અપનાવે છે. એમ કહી શકાય કે બાળકો તેમના માતા-પિતાનો અરીસો છે.
આ પણ વાંચો: Parenting tips: દરેક માતાપિતાએ બાળકોને આ 5 વસ્તુઓ જરૂર શીખવવી, જીવનમાં ચોક્કસપણે થશે સફળ
માતા-પિતા તેમના બાળકોને સારા રૂટીન અને જવાબદાર વર્તન દ્વારા શિસ્તબદ્ધ રહેવાનું શીખવી શકે છે. માતા-પિતાનું વર્તન બાળકોને શિસ્તબદ્ધ, આદરણીય અને સર્વગુણ સંપન્ન બનાવી શકે છે. અહીં અમે કેટલીક સારી આદતો જણાવી રહ્યા છીએ, જે બાળકો પોતાના માતા-પિતાને જોઈને શીખી શકે છે.
નિયમોને ફોલો કરો
નિયમો બાળકોને મર્યાદામાં રહેવામાં મદદ કરે છે. જ્યારે માતા-પિતા બાળકોની સામે નિયમો બનાવે છે અને તેને જાતે અપનાવે છે, ટો બાળકો પણ આ નિયમોને ફોલો કરે છે. નિયમો અંગે માતા-પિતાની સ્થિર સ્થિતિ બાળકોને શિસ્તબદ્ધ વર્તન અપનાવવામાં મદદ કરે છે.
ઉદાહરણ દ્વારા સમજાવો
બાળકો જે જુએ છે તેની નકલ કરે છે. જ્યારે માતા-પિતા તેમના કામમાં શિસ્ત જાળવી રાખે છે, જેમ કે સમયસર કામો પૂર્ણ કરવા, જો માતા-પિતા આમ કરે છે ટો બાળકો પણ તે વર્તન અપનાવે છે. આ ઉદાહરણ સમયાંતરે બાળકોમાં શિસ્ત કેળવે છે.
જવાબદાર બનાવો
ઉંમર અનુસાર, બાળકોને રમકડાં સાફ કરવા, તેને યોગ્ય જગ્યાએ રાખવા અથવા અન્ય નાના કામો કરવાનું કહો. આવી ક્રિયાઓથી, બાળકો તેમની ફરજો સમજશે અને જવાબદાર બનશે. માતા-પિતા જોશે કે બાળકોના રોજિંદા જીવનમાં જવાબદારી લાવવાનો પ્રયાસ કરવાથી બાળકો શિસ્તબદ્ધ અને આત્મનિર્ભર બનશે.
આ પણ વાંચો: Parenting tips: તમારા બાળકોનો 6 રીતે વધારો આત્મવિશ્વાસ , નિષ્ફળતાઓમાંથી શીખશે વિજયનો મંત્ર
સમયનું મહત્ત્વ સમજાવો
એક રૂટીન અપનાવવાથી અને ખાસ કરીને જમવા, રમવા અને સૂવા માટે યોગ્ય સમય નક્કી કરવાથી બાળકોને સમયનું મહત્ત્વ સમજાશે. જ્યારે માતા-પિતા સમયના પાબંદ હોય છે અને યોગ્ય રૂટીનનું પાલન કરે છે, ત્યારે બાળકો પણ ટાઈમ મેનેજમેન્ટ અને કમીટમેન્ટનું મહત્ત્વ સમજશે.
પ્રશંસા અને પુરસ્કારો
સારા વર્તન માટે પુરસ્કારો આપવાથી અથવા વખાણ કરવાથી શિસ્ત શીખવી શકાય છે. આવું વર્તન કરીને માતા-પિતા બાળકોને જવાબદાર વલણ અપનાવવા પ્રોત્સાહિત કરી શકે છે. આ સિવાય બાળકોના વખાણ કરવાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને શિસ્તને એક ગુણ તરીકે સમજવા માટે સક્ષમ બનાવે છે.
ધીરજ
બાળકોને ભણાવતી વખતે કે તેમની ભૂલ માટે ઠપકો આપતી વખતે માતા-પિતાએ ધીરજ રાખવી જોઈએ. તેમનું શાંત વર્તન બાળકોને ધીરજ રાખવાનું પણ શીખવશે. જે માતા-પિતા ધીરજ સાથે શિસ્ત શીખવે છે તે બાળકોને સુરક્ષિત હોવાનો અનુભવ કરાવે છે. ઉપરાંત, સજાથી ડરવાને બદલે, તેઓ ભૂલોમાંથી શીખવા માટે પ્રોત્સાહિત થાય છે.








