VIDEO : કોલેસ્ટ્રોલથી લઈને વજન ઘટાડવા સુધી, કેરીની ગોટલી છે રોગનો ઈલાજ
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં કેરીઓ આવવા લાગે છે. લોકો કેરીની અવનવી વાનગીઓ બનાવીને ખાય છે, પ


ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં કેરીઓ આવવા લાગે છે. લોકો કેરીની અવનવી વાનગીઓ બનાવીને ખાય છે, પરંતુ મોટાભાગના લોકો તેની ગોટલી ફેંકી દેતા હોય છે. આજે તમને જણાવીશું કે કેરીની ગોટલી ફેંકવી એ તમારી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. કેરીને એમ જ ‘ફળોનો રાજા’ નથી કહેવામાં આવતી. તેનો સ્વાદ એટલો અદભૂત હોય છે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ તેને પસંદ કરે છે. કોઈને કેરી આખી ખાવી ગમે છે, તો કોઈને તેનો શેક કે રસ ભાવે છે. પરંતુ એક વાત સામાન્ય છે - કેરી ખાધા પછી તેની ગોટલી કચરામાં જાય છે. અહીં જાણો ગોટલીના એવા ફાયદા વિશે...
કેરીની ગોટલીમાં અનેક વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે. તેને સૂકવીને તેનો પાવડર, બટર કે તેલ બનાવી શકાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.
કેરીની ગોટલીના આશ્ચર્યજનક ફાયદા
કોલેસ્ટ્રોલ નિયંત્રણ: શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું જોખમી છે. ગોટલીનો પાવડર કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં અને બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદરૂપ થાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ: મેદસ્વીતા અનેક રોગોને આમંત્રણ આપે છે. કેરીની ગોટલી મેટાબોલિક રેટ વધારે છે, જેનાથી ફેટ બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
પાચન અને દાંત માટે: ગોટલીનો પાવડર ઝાડા (ડાયરિયા)ની સમસ્યામાં રાહત આપે છે. આ ઉપરાંત, તેના પાવડરથી બ્રશ કરવાથી દાંતનો પ્લેક સાફ થાય છે અને દાંત મજબૂત બને છે.
હૃદયનું સ્વાસ્થ્ય: તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ અસરકારક છે, જેનાથી સ્ટ્રોક અને હૃદયના રોગોનું જોખમ ઓછું થાય છે.
ત્વચા માટે વરદાન: ખીલના ડાઘ દૂર કરવા માટે ગોટલીના પાવડરમાં ટામેટાનો રસ ભેળવી સ્ક્રબ તરીકે વાપરો. તેનાથી ડેડ સ્કીન સેલ્સ દૂર થશે અને ત્વચા નિખરશે. ગોટલીનું તેલ સ્કીનને તેલી કર્યા વગર મોઇશ્ચરાઇઝ રાખે છે.
ફાટેલા હોઠ માટે: ગોટલીના બટરને લિપ બામ તરીકે વાપરી શકાય છે. તેનાથી હોઠની ડ્રાયનેસ દૂર થાય છે અને હોઠ કુદરતી રીતે નરમ રહે છે.




