મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

VIDEO: યાદશક્તિ વધારવી છે? આ વસ્તુઓ આજે જ ડાયટમાં ઉમેરો!

કેટલાક લોકોની યાદશક્તિ જન્મજાત નબળી હોય છે, જેમાં ખાસ કંઈ કરી શકાતું નથી. પરંતુ મોટાભાગના લોકોમાં ઉંમર વધવાની સાથે

કેટલાક લોકોની યાદશક્તિ જન્મજાત નબળી હોય છે, જેમાં ખાસ કંઈ કરી શકાતું નથી. પરંતુ મોટાભાગના લોકોમાં ઉંમર વધવાની સાથે યાદશક્તિ અથવા મેમરી પાવર નબળો પડવા લાગે છે. ખરેખર તો ઉંમર સાથે મગજની કોષિકાઓ (Cells) વૃદ્ધ થવા લાગે છે અને ત્યાં સુધી પૂરતો ઓક્સિજન પહોંચતો નથી. આ ઉપરાંત મગજની કોષિકાઓમાં સમય જતાં સોજો (Inflammation) આવવા લાગે છે, જે મગજની નબળાઈનું મુખ્ય કારણ છે. જો લોહીનું પરિભ્રમણ (Blood Flow) નબળું હોય, તો પણ મગજની કોષિકાઓ નબળી પડવા લાગે છે. તેથી એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે બ્લડ ફ્લો વધારે અને સોજો ન આવવા દે. અહીં જાણો એવા સુપરફૂડ્સ વિશે જે મગજની કોષિકાઓને સ્વસ્થ રાખશે:

1. લીલા પાંદડાવાળા શાકભાજી

નિષ્ણાતના મતે, પાલક અને બ્રોકલી જેવી લીલી શાકભાજી બ્રેન પાવર માટે ખૂબ મહત્વની છે. તેમાં વિટામિન-K, લ્યુટીન, ફોલેટ અને બીટા કેરોટીન હોય છે. આ ખોરાક ઉંમર સાથે ઘટતી જતી બૌદ્ધિક ક્ષમતાને જાળવી રાખવામાં મદદ કરે છે.

2. બેરીઝ (Berries)

બ્લુબેરી, સ્ટ્રોબેરી અને જાંબુ જેવા ફળોમાં કુદરતી પ્લાન્ટ પિગમેન્ટ 'ફ્લેવેનોઈડ' જોવા મળે છે. રિસર્ચ મુજબ, બેરીઝનું સેવન યાદશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે અને મેમરી લોસની સમસ્યાથી બચાવે છે.

3. ચા અને કોફી

સામાન્ય રીતે ચા-કોફીને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે, પરંતુ મર્યાદિત માત્રામાં તેનું સેવન મગજ માટે વરદાન છે. તેમાં રહેલું કેફીન મગજના ‘ન્યુરોટ્રાન્સમીટર’ને સક્રિય કરે છે, જેનાથી એકાગ્રતા અને એલર્ટનેસ વધે છે. ચામાં રહેલું ‘એલ-થીનાઈન’ તણાવ ઘટાડે છે. જો તેમાં ખાંડ અને દૂધનું પ્રમાણ સંતુલિત રાખવામાં આવે, તો તે શોર્ટ-ટર્મ મેમરી બૂસ્ટ કરવામાં મદદ કરે છે. (નોંધ: દિવસમાં 2-3 કપથી વધુ સેવન ન કરવું).

4. અખરોટ

અખરોટને સાચા અર્થમાં ‘બ્રેન ફૂડ’ કહેવાય છે, કારણ કે તેનો આકાર પણ મનુષ્યના મગજ જેવો હોય છે. તેમાં ભરપૂર ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે ન્યુરોન્સ વચ્ચે માહિતીના આદાન-પ્રદાનને ઝડપી બનાવે છે. અખરોટમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન-E મગજને ઘરડા થતા અટકાવે છે. તે અલ્ઝાઈમર જેવી બીમારીઓ સામે રક્ષણ આપવામાં પણ મદદરૂપ છે.

આ સમાચાર શેર કરો