શોપિંગ કરતી વખતે ફોલો કરો આ 4 ટિપ્સ, નહીં થાય બજેટ કરતા વધારે ખર્ચ
શોપિંગ દરેકને ગમે છે. ખાસ કરીને મહિલાઓ ઘરની ચીજવસ્તુઓથી માંડીને જરૂરી વસ્તુઓ સુધીની તમામ ખરીદી જાતે જ કરે છે.

શોપિંગ દરેકને ગમે છે. ખાસ કરીને મહિલાઓ ઘરની ચીજવસ્તુઓથી માંડીને જરૂરી વસ્તુઓ સુધીની તમામ ખરીદી જાતે જ કરે છે. ઘણા લોકો ઘરે બેસીને ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ખરીદવા માટે તમારે બજારમાં જવું પડે છે. પરંતુ ઓફલાઈન અને ઓનલાઈન શોપિંગ બંનેમાં પૈસા બચાવવા મુશ્કેલ બની જાય છે. ઘણા લોકોને ફરિયાદ હોય છે કે શોપિંગ કરતી વખતે બજેટ કરતા વધારે ખર્ચ થઈ જાય છે.
આથી શોપિંગ ઓનલાઈન હોય કે ઓફલાઈન, ઘરની વસ્તુઓથી લઈને કપડા ખરીદવા સુધીની દરેક વસ્તુનું યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. જેથી વધારાનો ખર્ચ અટકાવી શકાય. આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. આ ટિપ્સ ફોલો કરીને તમે બજેટમાં જ જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી ખરીદી શકશો.
શોપિંગ લિસ્ટ તૈયાર કરો
ઓનલાઈન શોપિંગ માટે દરેક વેબસાઈટમાં વિશ લિસ્ટનો વિકલ્પ હોય છે. જેમાં તમે તમારી પસંદગીની વસ્તુ સેવ કરી શકો છો. એ જ રીતે, તમારે માર્કેટ જતા પહેલા એક શોપિંગ લિસ્ટ તૈયાર કરવું જોઈએ. આમ કરવાથી તમારો સમય પણ બચશે અને તમે સરળતાથી વસ્તુઓ પસંદ કરી શકશો.
વસ્તુ ખરીદતા પહેલા સરખામણી કરો
કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા, તમારે તેની ગુણવત્તા અને કિંમતની અન્ય સામાન સાથે સરખામણી કરવી જોઈએ. આ માટે તમારે પહેલા નજીકની દુકાનોમાં જઈને કિંમત જાણવી જોઈએ. પછી તે જ વસ્તુની ઓનલાઈન કિંમત તપાસવી જોઈએ. આમ કર્યા બાદ તમે તમારા બજેટ અને ઈચ્છા પ્રમાણે ખરીદી શકો છો.
બજાર વિશે જાણો
સૌ પ્રથમ એ વિચારો કે તમે ખરીદી કરતી વખતે શું ખરીદવા માંગો છો? તે પછી બજાર પસંદ કરો. જો તમેકપડા અને બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદવા ઈચ્છો છો, તો એવું માર્કેટ પસંદ કરો જ્યાંથી તમે તેની વેરાયટી અને ટ્રેડિંગ કલેક્શન સરળતાથી મેળવી શકો. તેનાથી તમારો સમય પણ બચશે અને તમારી પાસે ઘણા વિકલ્પો હશે.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરો
શોપિંગ કરતી વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો. કારણ કે ઘણી વખત તમે ક્રેડિટ કાર્ડના ઉપયોગથી બિનજરૂરી વસ્તુઓ ખરીદો છો. પણ પાછળથી તમને ખ્યાલ આવે છે કે તમે ખોટો ખર્ચ કર્યો છે.








