મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Diwali 2024 / તહેવારોની સિઝનમાં મેકઅપ કરતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો, નહીં તો ત્વચાને થશે ભારે નુકસાન

મહિલાઓ ઘણીવાર પોતાની સુંદરતા વધારવા માટે કેટલાક ઉપાયો કરે છે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં મહિલાઓ પ

Diwali 2024 / તહેવારોની સિઝનમાં મેકઅપ કરતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો, નહીં તો ત્વચાને થશે ભારે નુકસાન

મહિલાઓ ઘણીવાર પોતાની સુંદરતા વધારવા માટે કેટલાક ઉપાયો કરે છે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં મહિલાઓ પોતાના દેખાવ પર વધુ ધ્યાન રાખે છે. દિવાળીનો તહેવાર રોશનીનો તહેવાર છે. આ સમય દરમિયાન, લોકો માત્ર તેમના ઘરને જ નથી સજાવતા, પરંતુ પોતે પણ સુંદર દેખાવા માંગે છે. ખાસ કરીને મહિલાઓ ઘણીવાર આ દિવસે નવા કપડા પહેરે છે અને સુંદર દેખાવા માટે મેકઅપ પણ કરે છે. માત્ર તહેવારો જ નહીં, લગ્નની સિઝન થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં લગ્નોમાં અલગ દેખાવા માટે ઘણીવાર મેકઅપનો ઉપયોગ કરવામાં આવે છે.

જો કે, મેકઅપનો વારંવાર ઉપયોગ ત્વચા પર ઊંડી અસર કરે છે, કેમિકલવાળા મેકઅપ પ્રોડક્ટ્સના સતત ઉપયોગને કારણે, ત્વચાની કુદરતી ચમક ઓછી થવા લાગે છે, જેના કારણે ત્વચા ડ્રાય અને સેન્સેટિવ બને છે. તેથી મેકઅપ કરતી વખતે કેટલીક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચાલો જાણીએ લગ્ન કે તહેવારો દરમિયાન મેકઅપને કારણે ત્વચાને થતા નુકસાનથી બચાવવાની કેટલીક અસરકારક રીતો.

પ્રાઈમરનો ઉપયોગ કરો

ત્વચા પર પ્રાઈમરનો ઉપયોગ ઘણી રીતે ફાયદાકારક છે. તે ત્વચા પર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે, જે મેકઅપને સીધા ત્વચામાં પ્રવેશતા અટકાવે છે. તે ન માત્ર મેકઅપને ટકી રહેવામાં મદદ કરે છે પરંતુ ત્વચાને પણ સુરક્ષિત રાખે છે.

નેચરલ અને લાઈટ પ્રોડક્ટ્સ પસંદ કરો

તહેવારો અથવા કોઈપણ પ્રસંગ માટે વધુ પડતા કેમિકલવાળા મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળો. તેના બદલે, નેચરલ મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો, જે ત્વચા માટે હળવા અને સલામત છે.

ત્વચા ડિટોક્સિફિકેશન પણ મહત્ત્વનું છે

ત્વચાને સ્વસ્થ રાખવા માટે ડિટોક્સિફિકેશન ખૂબ જ જરૂરી છે. આ માટે ફેસ માસ્ક લગાવો અથવા અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર સ્ટીમ લો, તેનાથી ત્વચાના પોર્સ ખુલે છે અને ગંદકી દૂર થાય છે.

મિનિમલ મેકઅપ કરો

વધુ પડતો મેકઅપ કરવાથી ત્વચાના પોર્સ બંધ થઈ જાય છે, જેનાથી ખીલ અને અન્ય સમસ્યાઓ થાય છે. તેથી, તહેવારો દરમિયાન ઓછામાં ઓછો અને નેચરલ લુક રાખવાનો પ્રયાસ કરો, જેથી ત્વચાને રાહત મળી શકે.

સ્વચ્છ બ્રશ અને સ્પોન્જનો ઉપયોગ કરો

મેકઅપ માટે ઉપયોગમાં લેવાતા મેકઅપ બ્રશ અને સ્પોન્જને નિયમિતપણે સાફ કરો. ગંદા બ્રશ અથવા સ્પોન્જનો ઉપયોગ ત્વચા પર બેક્ટેરિયા ફેલાવી શકે છે, ઈરિટેશન અને ઇન્ફેકશનનું જોખમ વધારે છે.

યોગ્ય રીતે મેકઅપ દૂર કરો

તહેવાર કે પાર્ટી એન્જોય બાદ મેકઅપ દૂરમાં બેદરકારી ન રાખો. મેકઅપને દૂર કરવા માટે, સારા ક્લીન્સરનો ઉપયોગ કરો અને મેકઅપને સંપૂર્ણપણે સાફ કરો અને પછી મોઇશ્ચરાઇઝરથી ત્વચાને હાઈડ્રેટ કરો.

ત્વચાને હાઇડ્રેટેડ રાખો

દરરોજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું અને ત્વચાને હાઈડ્રેટેડ રાખવી પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઉપરાંત, તમે નિયમિતપણે હાઈડ્રેટિંગ સીરમ અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરી શકો છો, જેથી ત્વચાનું મોઇશ્ચર જળવાઈ રહે અને ત્વચા સ્વસ્થ દેખાય.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો