મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

તમે ચોમાસામાં ફરવાનું વિચારતા હોવ, તો એક્સપ્લોર કરો મધ્યપ્રદેશના આ સુંદર હિલ સ્ટેશન

જ્યારે પણ કોઈ હિલ સ્ટેશનની મુલાકાત લેવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલા ઉત્તરાખંડ અથવા હિમાચલ પ્રદેશન

તમે ચોમાસામાં ફરવાનું વિચારતા હોવ, તો એક્સપ્લોર કરો મધ્યપ્રદેશના આ સુંદર હિલ સ્ટેશન

જ્યારે પણ કોઈ હિલ સ્ટેશનની મુલાકાત લેવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલા ઉત્તરાખંડ અથવા હિમાચલ પ્રદેશનું નામ આવે છે. ચોમાસાની ઋતુમાં આ સ્થળોની મુલાકાત લેવી જોખમી સાબિત થઈ શકે છે. પરંતુ તમે મધ્યપ્રદેશના હિલ સ્ટેશનો પર જઈ શકો છો. તે ચોમાસામાં મુલાકાત લેવા માટે યોગ્ય રહેશે. મધ્યપ્રદેશ ખૂબ જ સુંદર રાજ્ય છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. જો તમે ચોમાસા દરમિયાન તમારા પરિવાર કે મિત્રો સાથે ક્યાંક ફરવા જવા માંગતા હોવ તો મધ્યપ્રદેશનું આ હિલ સ્ટેશન પરફેક્ટ રહેશે. આ સિઝનમાં અહીં ફરવાની મજા જ અલગ છે.

પચમઢી

પચમઢી મધ્યપ્રદેશનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. જેને સતપુડાની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. વરસાદની ઋતુમાં લીલાછમ જંગલો, પહાડો અને ધોધનો નજારો ખૂબ જ મનમોહક હોય છે. અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે. ચાલો તમને પચમઢીમાં ફરવાની જગ્યાઓ વિશે જણાવીએ.

ધૂપગઢ

1352 મીટરની ઉંચાઈ પર આવેલું ધૂપગઢ સતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. અહીં તમે સૂર્યાસ્તનો સુંદર નજારો જોઈ શકો છો. આ સિવાય અહીંથી રાત્રે આખું શહેર રોશનીથી ઝગમગતું જોવા મળે છે. ધૂપગઢ પચમઢી બસ સ્ટેશનથી લગભગ 11 કિલોમીટરના અંતરે આવેલું છે.

મહાદેવ હિલ્સ

જો તમે શાંતિપૂર્ણ અને પ્રકૃતિથી ભરપૂર સ્થળ પર જવા માંગો છો, તો મહાદેવ હિલ્સ તમારા માટે યોગ્ય રહેશે. તે બેતુલ, છિંદવાડા અને સિવની જિલ્લાઓથી પૂર્વ અને પશ્ચિમ તરફ ફેલાયેલી છે. આ એક વિશાળ રેતીના પથ્થરની ટેકરી છે અહીં આસપાસ સુંદર જંગલો અને ખીણો છે. આ સિવાય અહીં પ્રાચીન શિવ મંદિરો અને કેટલીક ગુફાઓ પણ છે. પચમઢીથી મહાદેવ હિલ્સ સુધી પહોંચવા માટે તમારે 33 કિલોમીટરનું અંતર કાપવું પડશે.

સતપુડા નેશનલ પાર્ક

સતપુડા નેશનલ પાર્ક મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં આવેલું છે. તમે પ્રાણીઓ અને પ્રકૃતિ બંનેને જોવા માટે સફારી પર પણ જઈ શકો છો. ડેનવા નદી આ નેશનલ પાર્કની વચ્ચેથી પસાર થાય છે.

અપ્સરા વિહાર

અપ્સરા વિહાર, પચમગઢીમાં આવેલો એક સુંદર ધોધ છે. પ્રવાસીઓ અહીં પિકનિક કરવા આવે છે. અહીંનો સુંદર નજારો તમારા મનને મોહી લેશે. અહીં પહોંચવા માટે, તમારે પચમઢી બસ સ્ટેન્ડથી ત્રણ કિલોમીટર દૂર અને ત્યાંથી 1.5 કિલોમીટર નીચે જવું પડશે.

આ સમાચાર શેર કરો