મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

થોડું કામ કર્યા પછી પણ થાક લાગે છે, તો એનર્જી વધારવા માટે રોજ સવારે કરો આ કામ

ખરાબ જીવનશૈલીની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. આના કારણે, ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેના સંકેતો થાક અન

થોડું કામ કર્યા પછી પણ થાક લાગે છે, તો એનર્જી વધારવા માટે રોજ સવારે કરો આ કામ

ખરાબ જીવનશૈલીની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. આના કારણે, ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેના સંકેતો થાક અને નબળાઈના રૂપમાં પહેલાથી જ દેખાવા લાગે છે. આજકલ લોકોના રૂટીન અને ખાવા-પીવાની આદતો બિનઆરોગ્યપ્રદ થતા જાય છે, જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે અને પરિણામે શરીરની ઉર્જા ઓછી થઈ જાય છે અને ભવિષ્યમાં તે કોઈ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. જો તમે થોડું કામ કર્યા પછી, થોડું ચાલ્યા પછી અથવા સીડી ચડ્યા પછી હાંફવાનું શરૂ કરો છો અને ખૂબ થાક અનુભવો છો, તો તમારું મોર્નિંગ રૂટીન બદલો. આ તમને દિવસભર એનર્જી જાળવી રાખવામાં મદદ કરશે.

આ પણ વાંચો: પોષક તત્વોનો ખજાનો છે ચિયા સીડ્સ, એક મહિના સુધી દરરોજ ખાવાથી તમને મળશે અનેક ફાયદા

થોડું કામ કર્યા પછી પણ થાક લાગવો અને એનર્જી લેવલ ખૂબ જ ઓછુંથઈ જવું એનો અર્થ છે કે શરીર અંદરથી નબળું છે, અથવા તમે એવો નાસ્તો નથી કરી રહ્યા કે જે તમને લંચ સુધી એનર્જી આપી શકે. તો ચાલો જાણીએ કે કેવી રીતે તમે સવારની શરૂઆતમાં કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમારું એનર્જી લેવલ વધારી શકો છો.

સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ પાણી પીઓ

રાત્રે સાતથી આઠ કલાકની ઉંઘ લીધા પછી સવારે શરીરને હાઇડ્રેટ કરવું જરૂરી છે. તેથી, સવારે ઉઠ્યા પછી, તમારે ઓછામાં ઓછું એક ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ. આ શરીરમાંથી ટોક્સિન્સને દૂર કરે છે. આ માટે મલાસનમાં બેસીને ધીમે-ધીમે પાણી પીઓ.

પલાળેલા ડ્રાય ફ્રુટ્સ ખાઓ

સવારે ઉઠ્યાના થોડા સમય પછી, પલાળેલા ડ્રાય ફ્રુટ્સ જેમકે બેથી ત્રણ બદામ, બ્રાઝિલ નટ્સ, પાઈન નટ્સ, 7થી 8 સિંગદાણા ખાવા જોઈએ. આનાથી તમને સારી માત્રામાં પ્રોટીન મળશે, જે એનર્જી લેવલને બૂસ્ટ કરશે, આ ઉપરાંત આ ડ્રાય ફ્રુટ્સમાં હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ફિઝીકલ એક્ટિવિટી કરો

આખો દિવસ ફિટ રહેવા માટે દરરોજ સવારે થોડી ફિઝીકલ એક્ટિવિટી કરવી ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને જેઓ બેસીને નોકરી કરતા હોય તેમણે સવારે થોડું વોકિંગ, યોગા, સાઈકલિંગ અથવા વર્કઆઉટ કરવું જોઈએ. આનાથી સ્નાયુઓની શક્તિ વધે છે અને તમને ઝડપથી થાક લાગતો નથી.

નાસ્તામાં આ વસ્તુઓ ખાઓ

સવારનો નાસ્તો બપોરના ભોજન સુધી આપણને ઉર્જા આપવામાં મદદ કરે છે, તેથી તેમાં સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. તમારા નાસ્તામાં પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર વસ્તુઓ સામેલ કરવી જોઈએ. આમાં, તમે રાતભર પલાળેલા ઓટ્સ અને ચિયા સીડ્સનું પુડિંગ, પનીર-ચણાનું સલાડ, પોરીજ, કેળા, દૂધ જેવા પોષણયુક્ત ખોરાક ખાઈ શકો છો. સવારના નાસ્તામાં તળેલી અને મસાલેદાર વસ્તુઓ ખાવાનું ટાળો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો