મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

રસોડાની આ વસ્તુઓથી ત્વચા પર કરો કુદરતી બ્લીચિંગ, ચહેરા પર આવશે નિખાર!

સ્ત્રીઓ વારંવાર તેના ચહેરા પર કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. બ્લીચ ત્વચાને ચમકદાર બનાવે છે. પરંતુ ક

રસોડાની આ વસ્તુઓથી ત્વચા પર કરો કુદરતી બ્લીચિંગ, ચહેરા પર આવશે નિખાર!

સ્ત્રીઓ વારંવાર તેના ચહેરા પર કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. બ્લીચ ત્વચાને ચમકદાર બનાવે છે. પરંતુ કેમિકલ બ્લીચના પણ ઘણા ગેરફાયદા છે. જો કાળજી લેવામાં ન આવે તો કેમિકલ બ્લીચ ત્વચાને પણ બાળી શકે છે. તેમજ બ્લીચથી આંખોની સમસ્યા પણ થાય છે. ઘણા લોકોને બ્લીચની એલર્જી પણ હોય છે. આવી સ્થિતિમાં અહીં જાણો કઈ કઈ ઘરગથ્થુ વસ્તુઓ છે જેનો કુદરતી બ્લીચ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ વસ્તુઓ ત્વચાને સિલ્વર ગ્લો આપે છે અને તેની ત્વચા પર કોઈ આડઅસર થતી નથી.

 બ્લીચિંગ  ગુણથી ભરપૂર વસ્તુઓ

લીંબુ અને મધ 

લીંબુનો રસ અને મધ એકસાથે ચહેરા પર લગાવવાથી ત્વચાને કુદરતી બ્લીચિંગ ગુણ મળે છે. એક બાઉલમાં એક ચમચી દૂધ, એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. ચહેરાને પાણીથી ધોઈ લો અને આ મિશ્રણને આખા ચહેરા પર લગાવો. તેને ત્વચા પર 15 થી 20 મિનિટ સુધી રાખો અને પછી તેને ધોઈ લો. ચહેરા પર સોનેરી ચમક દેખાય છે. 

બટાકાનો રસ 

બ્લીચિંગ ગુણ ધરાવતા બટાકાને ચહેરા પર લગાવવાથી ટેનિંગ જેવી સમસ્યા પણ દૂર થાય છે. એક બટેટા લો, તેને છોલી લો અને પછી તેને છીણી લો અને એક બાઉલમાં તેનો રસ કાઢી લો. આ રસને ચહેરા પર જેમ હોય તેમ લગાવી શકાય છે. રૂની મદદથી બટેટાના રસને ચહેરા પર ઘસો અને લગભગ 20 મિનિટ સુધી રાખ્યા બાદ ચહેરો ધોઈ લો. બટાકાનો રસ ત્વચાને એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન સીના ગુણ પૂરૂ પાડે છે. તેનાથી ચહેરા પરના ડેડ સ્કિન સેલ્સ પણ દૂર થાય છે.

દહીં 

ચહેરા પર લગાવવા માટે એક ચમચી દહીં લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યા બાદ તેને હળવા હાથે ઘસીને ધોઈ લો. ત્વચાને લેક્ટિક એસિડ અને વિટામિન બીના ગુણો મળે છે જે ત્વચાને ચમકદાર બનાવવામાં અસરકારક છે. દહીંના ઉપયોગથી ચહેરા પર દેખાતી ફોલ્લીઓ અને ડાઘ પણ મટી જાય છે.


ચોખાનો લોટ 

જો તમે ઘરે બ્લીચ કરવા માંગો છો, તો આ નુસખા ચોક્કસ ટ્રાય કરો. આ નુસખા બ્લીચ જેવી જ અસર આપે છે. એક બાઉલમાં 2 થી 3 ચમચી ચોખાનો લોટ નાખો અને જરૂર મુજબ દૂધ ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને અડધા કલાક પછી ચહેરો ધોઈ લો. ત્વચા પર ચમક આવી જાય છે અને એવું લાગે છે કે ચહેરા પર બ્લીચ લગાવવામાં આવ્યું છે.


ખાસ નોંધ : આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. મહેરબાની કરીને નોંધ કરો, કોઈપણ ઉપયોગથી થતા કોઈપણ નુકસાન માટે gstv.in/ જવાબદાર રહેશે નહી.

આ સમાચાર શેર કરો