મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ઉનાળામાં બોડી અને માઈન્ડને રિલેક્સ કરવા માંગો છો, તો ફરવા માટેનો બેસ્ટ છે દાર્જિલિંગ

દાર્જિલિંગની સુંદરતા જોવા માટે ઉનાળાની ઋતુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગમાં પહાડીઓ પર

ઉનાળામાં બોડી અને માઈન્ડને રિલેક્સ કરવા માંગો છો, તો ફરવા માટેનો બેસ્ટ છે દાર્જિલિંગ

દાર્જિલિંગની સુંદરતા જોવા માટે ઉનાળાની ઋતુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગમાં પહાડીઓ પર આવેલું આ શહેર રજાઓ ગાળવા માટે યોગ્ય છે. પરિવાર સાથે અથવા તમારા પાર્ટનર સાથે ફરવા માટે દાર્જિલિંગ સારી જગ્યા છે. જો તમે દાર્જિલિંગ ફરવા જાવ અને તમારી પાસે વધુ સમય હોય, તો તેની નજીકમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે તમારી સફરને વધુ યાદગાર બનાવી શકો છો.

ટાઈગર હીલ

કંચનજંગાના શિખરોને ઉગતા સૂર્યના કિરણો સાથે સોનેરી થતા જોવા એ એક અલગ જ અનુભવ છે. જો કે આ માટે તમારે વહેલી સવારે ઊઠીને ટાઈગર હીલ પહોંચવું પડશે, પરંતુ અહીંનો નજારો એવો છે કે તમને વર્ષો સુધી યાદ રહેશે.

ટોય ટ્રેન

અહીંની ટોય ટ્રેનમાં બેસીને માત્ર બાળકો જ નહીં પુખ્ત વયના લોકો પણ આનંદ માણે છે. દાર્જિલિંગ સ્ટેશનથી પહાડો અને ખીણોમાંથી પસાર થઈને, આ નાની ટ્રેન ઘૂમ સ્ટેશન પહોંચે છે, જ્યાં 10 મિનિટના વિરામ પછી, તે દાર્જિલિંગ જવા માટે પાછી ફરે છે. આ સમગ્ર પ્રવાસમાં બે કલાક લાગે છે. તેના રૂટમાં આવતા બતાસીયા લૂપ પ્રવાસનું વિશેષ આકર્ષણ છે.

બતાસિયા લૂપ

જો તમારી પાસે ટ્રેનમાં મુસાફરી કરવાનો સમય નથી, તો ચોક્કસ સમય કાઢીને બતાસિયા લૂપ જુઓ. અહીં રેલ્વે લાઈન સંપૂર્ણ વર્તુળમાં જાય છે. આસપાસનો નજારો ખૂબ જ મનોહર છે.

દાર્જિલિંગ રોપવે

દાર્જિલિંગ રોપવેને રંગિત વેલી કેબલ કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો આનંદ માણતી વખતે, તમે દૂર-દૂર સુધી ફેલાયેલા ચાના બગીચાઓ, હરિયાળી ખીણો, ટેકરીઓ, નદીઓ, ધોધ અને હિમાલયના શિખરોનો નજારો પણ જોઈ શકો છો. તમે નીચે જઈને ચાના બગીચાની મુલાકાત પણ લઈ શકો છો.

દાર્જિલિંગ ઝૂ

દાર્જિલિંગ ઝૂનું સાચું નામ પદ્મજા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક છે અને તે હિમાલયન માઉન્ટેનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટની નજીક આવેલો છે. આ પ્રાણી સંગ્રહાલયની વિશેષતા હિમાલય અને અન્ય ઠંડા પર્વતીય પ્રદેશોમાં જોવા મળતા પ્રાણીઓ છે. અહીં આવીને તમે રેડ પાંડા, સ્નો લેપર્ડ જેવા પ્રાણીઓ જોઈ શકો છો.

રોક ગાર્ડન

રોક ગાર્ડન દાર્જિલિંગ ઝૂથી લગભગ 10 કિલોમીટર દૂર છે. જ્યાં તમે આવીને સુંદર ફૂલોની દુનિયા જોઈ શકો છો.

દાર્જિલિંગ ક્યારે જવું?

અહીં ફરવા માટે માર્ચથી જૂન મહિના બેસ્ટ છે. જોકે, દુર્ગા પૂજા અને ક્રિસમસ દરમિયાન પણ દાર્જિલિંગ પ્રવાસીઓથી ધમધમતું રહે છે.

દાર્જિલિંગ કેવી રીતે પહોંચવું?

ટ્રેન દ્વારા - અહીં પહોંચવા માટે તમે જલપાઈગુડી રેલ્વે સ્ટેશન સુધી ટ્રેન દ્વારા આવી શકો છો. ત્યાંથી તમે ટેક્સી અને બસ દ્વારા મુખ્ય શહેરમાં પહોંચી શકો છો. અહીં પહોંચવામાં લગભગ ત્રણ કલાક લાગશે.
 
ફ્લાઈટ દ્વારા - જો તમે ફ્લાઈટ દ્વારા આવી રહ્યા છો, તો તમારે બાગડોગરા સુધી ફ્લાઈટ લેવી પડશે. અહીંથી તમે દાર્જિલિંગ માટે સરળતાથી ટેક્સી મેળવી શકો છો.

આ સમાચાર શેર કરો