મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

મે મહિનાની આકરી ગરમીથી રાહત મેળવવા માંગો છો, તો ભારતના આ સુંદર સ્થળોની લો મુલાકાત

ભારતમાં મે મહિનામાં તીવ્ર ગરમીનો અનુભવ થાય છે. અમુક સ્થળોને બાદ કરતાં મોટાભાગના શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી

મે મહિનાની આકરી ગરમીથી રાહત મેળવવા માંગો છો, તો ભારતના આ સુંદર સ્થળોની લો મુલાકાત

ભારતમાં મે મહિનામાં તીવ્ર ગરમીનો અનુભવ થાય છે. અમુક સ્થળોને બાદ કરતાં મોટાભાગના શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઉનાળામાં રાહત મેળવવા લોકો પહાડો પર જાય છે, જેના કારણે આ જગ્યાઓ પર એટલી ભીડ હોય છે કે કેટલીકવાર અડધી ટ્રિપ ટ્રાફિકમાં જ પસાર કરવી પડે છે. જો તમે પણ ઉનાળામાં રાહત મેળવવા માટે કોઈ એવી જગ્યા શોધી રહ્યા છો, જ્યાં શાંતિ હોય અને તમે ભરપૂર આનંદ પણ લઈ શકો, તો આજે અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમને ઠંડકનો અનુભવ થશે.

તવાંગ

તવાંગ ભારતનું ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. તવાંગના બૌદ્ધ મઠ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. સાહસ પ્રેમીઓ માટે આ એક ઉત્તમ સ્થળ છે. અહીં તમે ટ્રેકિંગ, હાઇકિંગ, સ્કીઇંગ અને નેચર વોક જેવી ઘણી પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. તવાંગની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સમય મે મહિનો છે.

સ્પીતિ વેલી

મે મહિનામાં જોવાલાયક સ્થળોની યાદીમાં સ્પીતિ વેલી બીજા ક્રમે આવે છે. અહીં હિમાચલના અન્ય સ્થળો જેટલી ભીડ જોવા નથી મળતી. સ્પીતિ વેલી દેશની સૌથી સુંદર અને ઠંડી જગ્યાઓમાંથી એક છે. અહીં આવીને તમે વિશ્વનો સૌથી જૂનો મઠ જોઈ શકો છો. પહાડોની સાથે અહીં તળાવો પણ જોવાલાયક છે. અહીં મે મહિનામાં સરેરાશ તાપમાન 18થી 25 ડિગ્રીની વચ્ચે રહે છે.

મહાબળેશ્વર

મહારાષ્ટ્રના સતારા જિલ્લાનું મહાબળેશ્વર પણ એક સારું સ્થળ છે જ્યાં જઈને તમે આકરી ગરમીથી રાહત મેળવી શકો છો. આ મહારાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોમાનું એક છે. સુંદર ખીણો, વહેતા ધોધ, લીલાછમ વૃક્ષો અને સ્વચ્છ તળાવો મહાબળેશ્વરની સુંદરતામાં વધારો કરે છે.

મેઘાલય

આ શહેર તેની સુંદરતા ઉપરાંત સ્વચ્છતા માટે પણ જાણીતું છે. અહીં આવીને એશિયાનું સૌથી સ્વચ્છ ગામ જોવાનું ચૂકશો નહીં. અહીં દરેક ટૂંકા અંતરે ધોધ છે અને દરેક ધોધ ખૂબ જ સુંદર છે. ઉનાળામાં મેઘાલય ફરવાનો પ્લાન બેસ્ટ હોઈ શકે છે. 

આ સમાચાર શેર કરો