મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

વરસાદની ઋતુમાં ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી રહ્યા છો? તો પરફેક્ટ રહેશે આ 4 જગ્યાઓ

છેલ્લા કેટલાક વર્ષોમાં ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. પહેલા તે સેલિબ્રિટીઓ સુધી સીમિત

વરસાદની ઋતુમાં ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી રહ્યા છો? તો પરફેક્ટ રહેશે આ 4 જગ્યાઓ

છેલ્લા કેટલાક વર્ષોમાં ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. પહેલા તે સેલિબ્રિટીઓ સુધી સીમિત હતું, પરંતુ હવે સામાન્ય લોકો પણ તેને ફોલો કરી રહ્યા છે. જો કે, ડેસ્ટિનેશન વેડિંગમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે અને જો તમારા લગ્ન વરસાદની ઋતુમાં થઈ રહ્યા હોય તો વધુ ચિંતાનો વિષય છે. જો તમે પણ તમારા લગ્નની ક્ષણને ખાસ બનાવવા માટે ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગો છો, તો ભારતમાં આ જગ્યાઓ પરફેક્ટ છે.

ચોમાસામાં ડેસ્ટિનેશન વેડિંગ માટેના સ્થળો

કોવલમ

કેરળની હરિયાળી દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ ચોમાસામાં અહીંનો નજારો વધુ સુંદર બની જાય છે. હરિયાળી ઉપરાંત અહીંના બીચ પણ જોવાલાયક છે. કેરળના મોટાભાગના સ્થળો જોવાલાયક છે, પરંતુ કોવલમ અલગ છે. અહીં ડેસ્ટિનેશન વેડિંગનું પ્લાનિંગ દરેક માટે યાદગાર બની રહેશે. લગ્ન અને અન્ય ફંક્શન બિચ પર અથવા હાઉસબોટ પર રાખી શકાય છે.

ગોવા

શિયાળામાં ગોવા જવાનું પ્લાનિંગ બેસ્ટ હોય છે, પરંતુ ચોમાસામાં પણ અહીંની સુંદરતા ચરમસીમાએ હોય છે, પછી તે વેકેશન હોય કે ડેસ્ટિનેશન વેડિંગ હોય, તે દરેકને અદ્ભુત અનુભવ આપે છે. ડેસ્ટિનેશન વેડિંગમાં ગોવા ટોપ પર છે. બિચ પર જીવનભર એકબીજાની સાથે રહેવાના વચન આપવા બિલકુલ ફિલ્મના દ્રશ્ય જેવું લાગે છે. સ્લો મ્યુઝીક અને લોકલ ફૂડ લગ્નને વધુ આનંદદાયક બનાવે છે.

ખજુરાહો

મધ્ય પ્રદેશમાં સ્થિત ખજુરાહો ચોમાસાની ઋતુમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ ખૂબ જ સારી જગ્યા છે. વરસાદ દરમિયાન અહીંનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હોય છે, જેમાં તમે લગ્નના દરેક ફંક્શનનો આનંદ માણી શકો છો. મંદિરોથી લઈને હોટલ સુધી, લગ્નની પળોને ખાસ બનાવવા માટે ઘણા વિકલ્પો છે.

ઉદયપુર

ઉદયપુર રોયલ વેડિંગ માટે લોકપ્રિય સ્થળ છે. જો કે અહીં ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કરવું ખિસ્સા પર થોડું ભારે પડી શકે છે, પરંતુ તે ચોક્કસપણે કહી શકાય છે કે તમે દરેક પળનો આનંદ માણશો. ઉદયપુર બોલિવૂડથી લઈને હોલિવૂડ સેલિબ્રિટીઝ સુધી દરેક માટે મનપસંદ સ્થળ છે.

આ સમાચાર શેર કરો