તમારું માનસિક સ્વાસ્થ્ય બગાડી રહી છે આ 6 આદતો, તરત જ સુધારી લો નહીં તો થશે પસ્તાવો
સ્વસ્થ રહેવા માટે આપણે સ્વસ્થ ડાયટની સાથે સારી આદતો પણ અપનાવવી જોઈએ. આપણી ઘણી એવી આદતો હોય છે જે આપણને સફળતા તરફ

સ્વસ્થ રહેવા માટે આપણે સ્વસ્થ ડાયટની સાથે સારી આદતો પણ અપનાવવી જોઈએ. આપણી ઘણી એવી આદતો હોય છે જે આપણને સફળતા તરફ આગળ વધતા રોકે છે. માનસિક સ્વાસ્થ્ય એ આપણા જીવનને યોગ્ય રીતે ચલાવવાનો પાયો છે. સારા સ્વાસ્થ્યનું કનેક્શન મગજ સાથે જોડાયેલું હોય છે. જોકે, આપણી કેટલીક આદતો માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ આદતો આપણી વિચારવાની ક્ષમતાને તો ઓછી કરે છે પણ સાથે જ આપણી માનસિક ગતિને પણ ધીમી કરે છે. આજે અમે તમને એવી આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માનસિક સ્વાસ્થ્ય બગાડી રહી છે.
આ પણ વાંચો: શિયાળામાં વારંવાર બીમાર પડી જાઓ છો તો આ વાત ગાંઠ બાંધી લો, રોગ તમારી નજીક નહીં આવે
તણાવ લેવો
આજકાલ, લોકો તેમના વ્યસ્ત જીવનમાં પોતાના માટે સમય નથી કાઢી શકતા. જેના કારણે લોકોમાં તણાવની સમસ્યા જોવા મળી રહી છે. સતત તણાવમાં રહેવાની આદત તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. તેનાથી તમારું મગજ નબળું પડે છે.
સારી ઊંઘ ન મળવી
સારી ઉંઘ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે જ મહત્ત્વપૂર્ણ નથી પરંતુ સમગ્ર સ્વાસ્થ્ય પર પણ સારી અસર કરે છે. ડોક્ટરો પણ આઠ કલાકની ઊંઘ લેવાની ભલામણ કરે છે. જો તમને ઓછી ઊંઘ આવતી હોય તો તમારું મન સુસ્ત થઈ જાય છે. તમે માનસિક રીતે થાક અનુભવો છો. તેનાથી તમારી વિચારવાની અને સમજવાની ક્ષમતા પણ ઘટી જાય છે.
સ્ક્રીન પર ઘણો સમય પસાર કરવો
આજકાલ મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે. તમારી આ આદત પણ તમને માનસિક રીતે કમજોર બનાવી રહી છે. તેના કારણે લોકોમાં તણાવ પણ વધી રહ્યો છે. સ્માર્ટફોન અને લેપટોપ જેવા ગેજેટ્સ માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેનાથી તમારી આંખોને થાક તો લાગે જ છે, સાથે મગજને પણ આરામ નથી મળતો.
અયોગ્ય ડાયટ
આજકાલ લોકો જંક ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે. ધ્યાનમાં રાખો કે તમે જે પણ ખાઓ કે પીઓ છો તેની સીધી અસર મગજ પર પડે છે. વધુ પડતા જંક ફૂડ, ખાંડ અને તળેલા ખોરાક ખાવાથી મગજની કાર્યક્ષમતા ઘટી જાય છે. પોષક તત્વોની ઉણપથી મગજ સુસ્ત થઈ શકે છે.
વર્કઆઉટનો અભાવ
જો તમે વ્યાયામ કે યોગ ન કરો તો તેનાથી તમારું મગજ નબળું પડી શકે છે. વ્યાયામ મગજમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. આ ન્યુરોન્સને વધુ સારી રીતે કાર્ય કરવાની મંજૂરી આપે છે. જો તમે આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહેશો તો તે મગજને ધીમું કરી શકે છે.
નકારાત્મક વિચારો
જો તમે આખો દિવસ કંઈક નેગેટિવ વિચારી રહ્યા છો તો ચોક્કસ તમે તમારા માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છો. આમ કરવાથી સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આ આદતો માનસિક સ્વાસ્થ્યને સુધારશે
- યોગ અને ધ્યાન
- યોગ્ય ડાયટ
- સારી ઊંઘ
- વર્કઆઉટ
- હકારાત્મક વિચારસરણી








