મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

શિયાળામાં એડી ફાટવાની સમસ્યાથી પરેશાન છો? તો જરૂર અપનાવો આ નુસખા

શિયાળો આવતાની સાથે લોકોને સ્કીન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરની ડ્રાય સ્કીન, હોઠ સુક

શિયાળામાં એડી ફાટવાની સમસ્યાથી પરેશાન છો? તો જરૂર અપનાવો આ નુસખા

શિયાળો આવતાની સાથે લોકોને સ્કીન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરની ડ્રાય સ્કીન, હોઠ સુકાવા અને એડિ ફાટી જવી. જેમાં સૌથી વધુ સમસ્યા લોકોને એડિ ફાટવાથી થાય છે કારણ કે ફાટેલી એડીને ઠીક કરવામાં ઘણો સમય લાગી શકે છે. માર્કેટમાં ઘણી ક્રિમ છે જે દાવો કરે છે કે તેના ઉપયોગથી તમારી ફાટેલી એડી ઠીક થઈ જશે પણ જ્યારે તેનો ઉપયોગ કરો તો તે કંઈ કામની હોતી નથી. એટલા માટે આજે અમે તમારા માટે કંઈક એવા નુસખા લઈને આવ્યા છીએ જેનો પ્રયોગ કરીને તમે સરળતાથી આ સમસ્યાનું સમાધાન કરી શકો છો.

અપનાવો આ ટિપ્સ

પહેલા રાતે થોડુંક નવસેકું પાણી કરો લો તેમા લીંબુ નાંખો અને શેમ્પુ નાખો પછી તેમાં 10-15 મીનિટ સુધી પગને પલાળી રાખો આવું કરવાથી એડિ મુલાયમ થશે.
રાતે વેસેલિન લગાવીને મોજા પહેરીને પગને ઢાંકી લો. આવું કરવાથી તમારા પગમાં ગરમી રહેશે.
શિયાળામાં હંમેશા પગમાં મોજા કે ચંપલ પહેરો. પગમાં કંઈ ન પહેરવાથી પગ ફાટે છે.
નહાવાનો ટાઈમ ઓછો કરો. માત્ર 10-15 મીનિટ સુધી જ નહાવાનો સમય રાખો.
દરરોજ સૂતા પહેલા એડી પર એલોવેરાનો પણ ઉપયોગ કરી શકો છો.
દિવસમાં લીમડાના પાનને તોડીને તેની પેસ્ટ બનાવી લો. એ પેસ્ટમાં થોડી હળદર ભેળવીને રાતે પછી તેને એડી પર લગાવીને સુકાવા દો. ત્યારપછી તેને પાણીથી ધોઈ લો. એડીને ધોયા પછી તેની પર ક્રિમ લગાવીને મોજા પહેરીને ઢાંકી લો. માલિશ કરો. આવું કરવાથી પગમાં વાઢિયા ઓછા થશે. માલિશમાં તમે ઘણા પ્રકારના તેલ જેમ કે નારિયેળ, બદામ, જેતુર વગેરેનો ઉપોયગ કરી શકો છો.

સ્ક્રબ

જો તમે ઘરે ઈચ્છો તો ઘરે પણ પેક બનાવી શકો છો. ચોખાના લોટમાં અડધું લીંબુનો રસ નાંખીને પેક બનાવી લો. આવું કરવાથી તમને ઘણી રાહત મળશે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો