મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

શરીર માટે અમૃત છે ગુંદા, વર્ષમાં 2 મહિના જ આવતું ફળના જાણો અગણિત ફાયદાઓ

આપણા દેશના વિવિધ ભાગોમાં ઘણા ફળો અને શાકભાજી ઉગે છે. આયુર્વેદની સાથે સાથે આધુનિક વિજ્ઞાનમાં પણ તેનું સેવન કરવું ખૂ

શરીર માટે અમૃત છે ગુંદા, વર્ષમાં 2 મહિના જ આવતું ફળના જાણો અગણિત ફાયદાઓ

આપણા દેશના વિવિધ ભાગોમાં ઘણા ફળો અને શાકભાજી ઉગે છે. આયુર્વેદની સાથે સાથે આધુનિક વિજ્ઞાનમાં પણ તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યું છે. દરેક ઋતુમાં કેટલાક ખાસ ફળ મળે છે, જે આખા વર્ષ દરમિયાન જોવા મળતા નથી. આ દુર્લભ અને મોહક ફળોમાંનું એક છે ગુંદા. તે ફળ અને શાકભાજી બંને છે. મોટાભાગના લોકો તેમાંથી અથાણું બનાવે છે અને આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરે છે. આ એક એવું ફળ છે જેનો ઉપયોગ અનેક રીતે લાભ મેળવવા માટે કરી શકાય છે. નિષ્ણાતોના મતે જ્યારે ગુંદા કાચું હોય ત્યારે તેનું શાક બનાવવામાં આવે છે. પાક્યા પછી તે ગળ્યું બને છે. ખાસ વાત એ છે કે ગુંદાનું ફળ ઉનાળામાં જ મે થી જુલાઈ વચ્ચે મળે છે. આ એક દુર્લભ ફળ માનવામાં આવે છે, પરંતુ તે અત્યંત ફાયદાકારક છે.

સંશોધન મુજબ, ગુંદાના ફળમાં ભરપૂર ઔષધીય ગુણો હોય છે. જ્યારે ગુંદાને સારી રીતે રાંધવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ મીઠો બને છે. ગુંદામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ચરબી અને ફાઇબર સારી માત્રામાં મળી આવે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક અને આયર્ન સારી માત્રામાં હોય છે. તેમાં પેક્ટીન નામનું ખૂબ જ શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ પણ હોય છે. આ તત્વ આપણા શરીરને અનેક રોગોથી બચાવે છે. પેક્ટીન ઘણા પ્રકારના ચેપને રોકવા માટે પણ અસરકારક ગણી શકાય.

ગુંદા ઉપરાંત તેના પાંદડા અને લાકડાનો ઉપયોગ વિવિધ રોગોની સારવારમાં થાય છે. તે ચામડીના રોગો, અપચો, કોલેરા અને માથાના દુઃખાવાથી રાહત અપાવવા માટે રામબાણ સાબિત થઈ શકે છે. તેના પાનનો ઉપયોગ ઔષધીય અને પશુઓના ચારા તરીકે થાય છે. ગુંદાના લાકડાનો ઉપયોગ બાંધકામ, કૃષિ સાધનો વગેરેમાં થાય છે. આજે અમે તમને લસોડા ફળના જબરદસ્ત ફાયદાઓ વિશે જણાવશું

ગુંદા ખાવાના 5 અદ્દભૂત ફાયદાઓ

- ગુંદામાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે. આ સિવાય બ્લડ શુગરને પણ કંટ્રોલ કરી શકાય છે.

- ત્વચાના રોગો માટે આ ફળ વરદાન છે. તે દાદ, ખંજવાળ જેવી ત્વચાની સમસ્યાઓથી ઘણી હદ સુધી રાહત આપી શકે છે.

- ગુંદાનું ફળ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્નનો સારો સ્ત્રોત છે. તે શરીરને મજબૂત બનાવે છે અને એનર્જી આપે છે.

- ગુંદાના પાનને પીસીને તેને ઘા પર લગાવવાથી જલ્દી સાજા થાય છે. અલ્સર માટે આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

-આ અનોખા ફળ ખાવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. તેમાં કેન્સર વિરોધી અને એન્ટિ-એલર્જિક ગુણો પણ જોવા મળે છે.

 

આ સમાચાર શેર કરો