મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

છુટાછેડાની ખબરો વચ્ચે જાણો ક્રિકેટર ચહલ અને ધનશ્રીની લવસ્ટોરી, કોણે કર્યું હતું પહેલાં પ્રપોઝ? 

ભારતીય ટીમના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર અને તેની પત્ની ધનશ્રી વર્મા વિશે ઘણા સમય

છુટાછેડાની ખબરો વચ્ચે જાણો ક્રિકેટર ચહલ અને ધનશ્રીની લવસ્ટોરી, કોણે કર્યું હતું પહેલાં પ્રપોઝ? 

ભારતીય ટીમના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર અને તેની પત્ની ધનશ્રી વર્મા વિશે ઘણા સમયથી અટકળો ચાલી રહી છે કે બંને એકબીજાથી અલગ થવાના છે. હવે આ અટકળો વચ્ચે ચહલ અને ધનશ્રીએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. ત્યારે બંનેની લવસ્ટોરી કેવી રીતે શરૂ થઈ હતી તે અંગે જણાવશુ...

આ રીતે થઈ બંનેની પ્રેમ કહાની

ધનશ્રી વર્મા એક કોરિયોગ્રાફર છે અને ચહલ TikTok અને Instagram પર તેના ડાન્સ વીડિયો જોયા પછી તેના પ્રેમમાં પડી ગયો હતો. ચહલે ધનશ્રીને ઓનલાઈન ડાન્સ શીખવવા કહ્યું કારણ કે તે કોરોનાના કારણે લોકડાઉન દરમિયાન કંઈક નવું શીખવા માંગતો હતો.

આ પછી ધનશ્રીએ ચહલને ઓનલાઈન ડાન્સ શીખવવાનું શરૂ કર્યું. ચહલે જણાવ્યું કે લગભગ 2 મહિના સુધી તેની અને ધનશ્રી વચ્ચે ડાન્સ સિવાય કોઈ વાતચીત થઈ ન હતી. આ પછી ચહલે તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું અને સીધો જ તેને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.

આ દરમિયાન ધનશ્રીએ જણાવ્યું કે જ્યારે ચહલે તેને સીધો લગ્ન માટે પ્રપોઝ કર્યો ત્યારે તેને તે ખૂબ જ ગમ્યું. કારણ કે ચહલ માત્ર કામની વાત કરે છે અને તે ખૂબ જ મહેનતુ પણ છે કારણ કે ડાન્સ શીખતી વખતે મેં તેનામાં આ વસ્તુ જોઈ હતી.

આ દરમિયાન ધનશ્રીએ એ પણ જણાવ્યું હતું કે જ્યારે ચહલે તેને ડાન્સ શીખવા વિશે પૂછ્યું તો તે તેના વિશે કંઈ જાણતી નહોતી. કારણ કે જ્યારે તે ક્રિકેટ જોતી હતી ત્યારે તે સમયે ચહલે ભારત માટે ડેબ્યુ કર્યું ન હતું અને જ્યારે તેણે કર્યું ત્યારે તેણે ક્રિકેટ જોવાનું બંધ કરી દીધું હતું.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. ધનશ્રી ઘણીવાર IPL મેચો દરમિયાન ચહલને સપોર્ટ કરતી જોવા મળતી હતી.

આ સમાચાર શેર કરો