મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતીય ક્રિકેટર ચહલ અને ધનશ્રીએ એકબીજાને કર્યા અનફોલો, જાણો શું છે સમગ્ર મામલો

ભારતીય ટીમના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર અને તેની પત્ની ધનશ્રી વર્મા વિશે ઘણા સમયથી અટકળો ચાલી

ભારતીય ક્રિકેટર ચહલ અને ધનશ્રીએ એકબીજાને કર્યા અનફોલો, જાણો શું છે સમગ્ર મામલો

ભારતીય ટીમના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર અને તેની પત્ની ધનશ્રી વર્મા વિશે ઘણા સમયથી અટકળો ચાલી રહી છે કે બંને એકબીજાથી અલગ થવાના છે. હવે આ અટકળો વચ્ચે ચહલ અને ધનશ્રીએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.

આ  પણ વાંચો : છૂટાછેડાના સમાચાર વચ્ચે યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ઉઠાવ્યું મોટું પગલું, ચાહકોએ કહ્યું- આવું કેમ...

ચહલે તમામ તસવીરો હટાવી દીધી હતી

ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા બાદ યુઝવેન્દ્રએ ધનશ્રી સાથેની તમામ તસવીરો ડિલીટ કરી દીધી છે. જે બાદ ચાહકોને એવું લાગવા લાગ્યું છે કે બંને એકબીજાથી અલગ થવા જઈ રહ્યા છે. બીજી તરફ છૂટાછેડાને લઈને અત્યાર સુધી ચહલ અને ધનશ્રી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

એક રિપોર્ટ અનુસાર કપલના નજીકના સૂત્રોએ જણાવ્યું કે છૂટાછેડાની અફવાઓ સાચી છે. તેણે કહ્યું, "છૂટાછેડા અનિવાર્ય છે, અને તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવે બસ થોડો સમય જ બાકી છે. તેમના અલગ થવાના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે દંપતીએ અલગ જીવન જીવવાનું નક્કી કર્યું છે.

એકવાર પણ તલાકની ચર્ચા થઈ હતી!

આ પહેલા પણ ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ આ બંને વિશે વાત કરી રહી હતી. તે સમયે યુઝવેન્દ્રએ છૂટાછેડાની અફવાઓને ફગાવી દેતી એક નોંધ પોસ્ટ કરી હતી અને તેના ચાહકોને ધનશ્રી સાથેના તેના સંબંધો વિશે અફવાઓ પર વિશ્વાસ ન કરવા અથવા ફેલાવવા માટે કહ્યું હતું. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 11 ડિસેમ્બર 2020ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા.

આ સમાચાર શેર કરો