મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

છૂટાછેડાના સમાચાર વચ્ચે ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ઉઠાવ્યું મોટું પગલું

અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને તેના ક્રિકેટર પતિ યુજવેન્દ્ર ચહલ છેલ્

છૂટાછેડાના સમાચાર વચ્ચે ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ઉઠાવ્યું મોટું પગલું

અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને તેના ક્રિકેટર પતિ યુજવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એવા અહેવાલો આવ્યા હતા કે તેમનું લગ્ન જીવન સારું નથી ચાલી રહ્યું. હાલમાં વધુ એક નવું અપડેટ આપ્યું છે કે, બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. એટલું જ નહીં, ક્રિકેટરે પત્ની ધનશ્રી સાથેની તમામ તસવીરો ડિલીટ કરી દીધી છે. જ્યારે ધનશ્રીએ અનફોલો કર્યું. પરંતુ હજુ સુધી તસવીરો ડિલીટ કરવામાં આવી નથી. આ સમાચારે ચાહકોમાં ભારે હલચલ મચાવી દીધી છે.

ધનશ્રી વર્મા અને યુજવેન્દ્ર ચહલના નજીકના સૂત્રોએ કહ્યું કે, છૂટાછેડાની અફવાઓ સાચી છે. પરંતુ ઓફિશિયલ જાહેરાત થવાની હજુ બાકી છે. તેમના અલગ થવાના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે દંપતીએ અલગ થઈને જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. 

આ દંપતીએ 2020 માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. બંને સ્ટાર્સ અવારનવાર સાથે ડાન્સ વીડિયો શેર કરે છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, કપલે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને સોશિયલ મીડિયા પરથી એકસાથે અપલોડ કરેલી તસવીરો પણ હટાવી દીધી છે. યુજીએ ધનશ્રી સાથેની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધી હતી પરંતુ ધનશ્રીએ હજુ પણ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો રાખી છે. આ સમાચારમાં કેટલી સત્યતા છે તે તો કપલ જ કહી શકે છે.

જણાવી દઈએ કે આ કપલની લવ સ્ટોરી ડાન્સથી શરૂ થઈ હતી. લોકડાઉન દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી. સાથે ડાન્સ કરતી વખતે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. જોકે, આ કપલ છેલ્લા ઘણા દિવસોથી સાથે જોવા મળતું નથી.

આ સમાચાર શેર કરો