ગરમીમાં મેકઅપ બાદ પરસેવાથી બચવા અપનાવો આ સરળ ઉપાય, હંમેશા દેખાશો ફ્રેશ અને ગ્લોઈંગ
ગરમીમાં મેકઅપ કર્યા પછી પરસેવો વળતો હોય છે. જેથી ચહેરો કાળો દીસવા લાગે છે. આ તક

ગરમીમાં મેકઅપ કર્યા પછી પરસેવો વળતો હોય છે. જેથી ચહેરો કાળો દીસવા લાગે છે. આ તકલીફથી બચવા માટે નાની-નાની વાતોને ધ્યાનમાં રાખવાથ ગરમીમાં પણ મેકઅપ ફ્રેશ અને ગ્લોઇંગ દીસે છે.
મેકઅપ કરતા પહેલાની કાળજી
મેકઅપ કરતા પગેલા ત્વચાને તૈયાર કરવી જરૂરી છે. ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે ચહેરાને ધોઇ એક હળવું ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝર લગાડવું. તેમજ ઊચ્ચ ગુણવક્તા યુક્ત પ્રાઇમર લગાડવું જે ચહેરાના મેકઅપમાંના ઓઇલને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. તૈલીય ત્વચા માટેના પ્રાઇમરનો ઉપયોગ કરી શકાય છે.
ઓઇલ ફ્રી ફાઉન્ડેશન
ભારી ફાઉન્ડેશન ગરમીમાં જલદી પીગળી જતું હોવાથી તેનો ઉપયોગ કરવાનું ટાળવું.
તેના સ્થાને હળવું ફાઉન્ડેશન તેમજ બેબી ક્રીમનો ઉપયોગ કરવો. ઓઇલ ફ્રી અને લોન્ગલાસ્ટિંગફાઉન્ડેશન ૮-૧૨ કલાક ચહેરા પર ટકી રહેતું હોય છે તેથી તેનો ઉપયોગ કરવો.
સેટિંગ સ્પ્રેથી મેકઅપને સેટ કરવો
મેકઅપ સેટ કરવા માટે સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરવો. આ સ્પ્રે મેકઅપમાંના તેલને શોષવામાં મદદ કરે છે અને મેકઅપને દિવસદરમિયાન તાજગીયુક્ત રાખે છે. મેકઅપ કર્યા પછી, સેટિંગ સ્પ્રેથી હળવું સ્પ્રે કરીને સુકવા દેવું. જે મેકઅપને પીગળવાથી રોકે છે અને તાજગી જાળવી રાખે છે.
સેટિંગ પાવડરનો ઉપયોગ
ટન્સકુલેટ સેટિંગ પાવડર મેકઅપના રંગ ને પ્રભાવિત કર્યા વિના ફક્ત પરસેવો અને તેલને નિયંત્રિત કરતો હ ોવાથી આ પાવડરનો ઉપયોગ કરવો. પાવડરને હળવા હાથે લગાડવો જેથી મેકઅપ ખરાબ ન થાય.
ગરમીમાં બ્લોટિંગ પેપરનો ઉપયોગ
ગરમીમાં પરસેવો આવવો એ સામાન્ય બાબત છે, અને પરસેવાથી મેકઅપ ખરાબ થવાની શક્યતા હોય છે. વાસ્તવમાં પરસેવાના કારણે ત્વચા પર તેલની અસર દેખાવા લાગે છે અને ચહેરા પરના મેકઅપને કારણે ચહેરો હાથેથી ન લુછતાં બ્લોટિગ પેપરનો ઉપયોગ કરવો. જેથી ચહેરા પરનું વધારાનું તેલ અને નમી મેકઅપને પ્રભાવિત કર્યા વગર શોષી લેશે.
લિપસ્ટિક
ઉનાળામાં હોઠ પર લિપગ્લોસ અથવા તો વધુ ચમકતી લિપસ્ટિક લગાડવી નહીં. તે પરસેવા અને નમીને કારણે જલદી પીગળી જતી હોય છે. તેના સ્થાને મેટ લિપસ્ચિકનો ઉપયોગ કરવો જે લાંબા સમય સુધી હોઠ પર ટકી કગે છે અને પરસેવાથી ખરાબ કે દૂર થતી નથી.
મેકઅપ કરવાનો યોગ્ય તરીકો
સોથી પહેલા ચહેરાને ઊચ્ચગુણવક્તા યુક્ત ક્લિન્સરથી સાફ કરવો.
ચહેરાને ફ્રેશ લુક આપવા માટે એક ઊચ્ચગુમવક્તાયુક્ત ટોનર લગાડવું જે ત્વચાનો રોમછિદ્રો બંધ કરવાનું કામ કરે છે જેથી પરસેવો અને તેલ વધુ ન આવે.
આ પછી ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જે ત્વચાને નમી આપે છે અને વધુ તેલ પણ છોડતું નથી. જેથી ત્વચા પર અધિક પરસેવો ન વળે અને તૈલીય ત્વચાથી ત્વચાનું રક્ષણ થાય. મોઇશ્ચરાઇઝર લગાડયા પછી તરત જ મેકઅપ કરવાની ઉતાવળ કરવી નહીં.
પરસેવાથી બચવા માટે મૈટિપાઇંગ પ્રાઇમરનો ઉપયોગ કરવો જે ત્વચા પરના તેલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને મેકઅપને લાંબા સમય સુધી ચહેરા પર ટકાવી રાખે છે.
પ્રાઇમરને ખાસ કરીને કપાળ, નાક,હડપચી અને જે સ્થાને પરસેવો વધુ વળતો હોય તેના પર લગાડવું.
હળવું મેટ-ફ્રી ફાઉનડેશન લગાડવું જેથી તે ત્વચાના તેલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
કુશન ફાઉન્ડેશન અથવા તો બેબી ક્રીમ હળવા હોવાથી તેનો ઉપયોગ કરવાથી તે પરસેવાથી ફેલાતું નથી. ફાઉન્ડેશન લગાડયા પછી મેટ સેટિંગ પાવડર લગાડવો જે વધારાના તેલને શોષી લે છે અન ેપરસેવાથી બચાવામાં મદદ કરે છ.ે
આ પછી હળવા પાવડર બેસ્ડ બ્લશ લગાડવું જે પરસેવાથી ખરાબ થતું નથી.
પરસેવાથી મેકઅપને રક્ષણ આપવા માટે વોટરપ્રૂફ, મ્મજરફ્રૂફ મસ્કરા અને આઇલાઇનરનો ઉપયોગ કરવો જે પરસેવાથી ફેલાતા નથી.
મેટ અને ન્યૂટ્રલ આઇશેડોની પસંદગી કરવી.
મેકઅપને પૂરી રીતે સેટ રવા માટે મોટિફાઇંગ સ્પ્રેનો ઉપયોગ કરવો.
- જયવિકા આશર







