મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બહેરામપુરમાં યુસુફ પઠાણની પ્રથમ ઈનિંગમાં ભવ્ય જીત, કોંગ્રેસના દિગ્ગજ નેતાને હરાવ્યા

લોકસભાની 543માંથી 542 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપને બહુ મોટો ફટકો પડ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળની બહેરામપુર

બહેરામપુરમાં યુસુફ પઠાણની પ્રથમ ઈનિંગમાં ભવ્ય જીત, કોંગ્રેસના દિગ્ગજ નેતાને હરાવ્યા

લોકસભાની 543માંથી 542 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપને બહુ મોટો ફટકો પડ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર યુસુફ પઠાણ જીતી ગયા છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીની હાર થઈ છે.   

ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ યુસુફ પઠાણને 419425 વોટ મળ્યા છે. જ્યારે અધીર રંજનને 356647 વોટ મળ્યા છે. તેણે કોંગ્રેસના અધીર રંજનને 62778 મતોથી હરાવ્યા છે.

યુસુફ પઠાણ પહેલીવાર ચૂંટણી લડ્યા હતા

યુસુફ પઠાણ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમણે મમતા બેનર્જી સાથે હાથ મિલાવ્યા હતા. દીદીએ બહેરામપુરથી ટિકિટ આપી હતી. પરિણામે પઠાણે ચૂંટણીની પીચ પર સારી સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી છે. 

અધીર રંજન આ બેઠક પરથી સતત પાંચ વખત સાંસદ બન્યા હતા

તમને જણીવી દઈએ કે, 2019ની છેલ્લી લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારને અધીર રંજન ચૌધરીએ  80,696ના માર્જિનથી હરાવ્યા હતા. અધીર રંજન આ બેઠક પરથી સતત પાંચ વખત સાંસદ બન્યા હતા. 1999માં પહેલીવાર તેઓ આ બેઠક પરથી સાંસદ બન્યા હતા. 

આ સમાચાર શેર કરો