મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કસ્ટડીમાં યુવકનું મોત, પરિવારનો ઇનકાર

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી ખાતે પોલીસ કસ્ટડીમાં એક યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા ભારે હડકંપ મચી ગયો હતો . આ દુર

આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી ખાતે પોલીસ કસ્ટડીમાં એક યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા ભારે હડકંપ મચી ગયો હતો . આ દુર્ઘટનાથી રોષે ભરાયેલા મૃતકના પરિવારજનો અને સ્થાનિક રહેવાસીઓએ પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા  અને ન્યાયની માંગ સાથે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.પરિવારે દોષિત પોલીસ કર્મીઓ સામે કડક ફોજદારી ગુનો નોંધીને તાત્કાલિક ધરપકડ કરવાની પ્રબળ માંગ ઉઠાવી .આ સંવેદનશીલ મામલાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી , જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સમગ્ર મામલાની ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા .

આ સમાચાર શેર કરો