VIDEO: શબઘરમાં ગંદું કામ કરતા યુવક-યુવતી ઝડપાયા, મૃતદેહોની પણ ના રાખી લાજશરમ
દિલ્હી- નોઈડાના ગૌતમ બુદ્ધનગર જિલ્લા સ્થિત પોસ્ટમોર્ટમ હાઉસની અંદર એક ખૂબ જ શરમજનક ઘટના સામ

દિલ્હી- નોઈડાના ગૌતમ બુદ્ધનગર જિલ્લા સ્થિત પોસ્ટમોર્ટમ હાઉસની અંદર એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. શબઘરમાં ડ્યુટી બજાવતો એક સફાઈ કર્મચારી મહિલા સાથે શારીરિક સંબંધ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લગભગ 6 મિનિટ 17 સેકન્ડનો આ વીડિયો સેક્ટર 94 સ્થિત પોસ્ટમોર્ટમ હાઉસનો હોવાનું કહેવાય છે. વીડિયો વાયરલ થયા બાદ સીએમઓની ફરિયાદ પર પોલીસે સફાઈ કર્મચારી અને વીડિયો બનાવનાર યુવકની ધરપકડ કરી હતી.
આ ઘટના ત્યારે સામે આવ્યો જ્યારે ગુરુવારે સેક્ટર 94માં પોસ્ટમોર્ટમ હાઉસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. વીડિયોમાં સફાઈ કર્મચારીને જમીન પર ચાદર પાથરીને એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે. તેનો સાથી કર્મચારી જ આ વીડિયો ઉતારી રહ્યો હોય છે. આ ઘટનાએ પોસ્ટમોર્ટમ હાઉસની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
CMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પોસ્ટમોર્ટમ હાઉસમાં કોઈ મહિલા કર્મચારી તૈનાત નથી, જેના કારણે આશંકા છે કે વીડિયોમાં દેખાતી મહિલા દેહવ્યાપારમાં સામેલ હોઈ શકે છે. મામલાની ગંભીરતા જોઈને સીએમઓએ સેક્ટર 39 પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સફાઈ કર્મચારી અને તેના સાથીદારની ધરપકડ કરી.
ડેપ્યુટી સીએમઓએ કહ્યું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પોસ્ટમોર્ટમ હાઉસમાં હવે બે સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.






