Video: કાર્બી લોકનૃત્યનો વિશ્વવિક્રમ

સોર્સ: gstv

આસામના દિફુમાં પરંપરાગત કાર્બી લોકનૃત્ય નિમસો કેરુંગ દ્વારા 15 હજારથી વધુ કલાકારોએ અનોખો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કલાકારોએ એકસાથે પરંપરાગત વેશભૂષામાં લોકનૃત્ય રજૂ કર્યું હતું. કલાકારોએ એકસાથે તાલબદ્ધ પ્રદર્શન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. આ આયોજનમાં કાર્બી સમુદાયની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાયો હતો. આ સિદ્ધિથી આસામની સાંસ્કૃતિક ઓળખને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત