મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતના ઓપરેશન સિંદૂર પર વર્લ્ડ મીડિયાનું રિએક્શન, ન્યૂયોર્ક ટાઈમ્સથી લઈને CNNએ જુઓ શું કહ્યું

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામે પોતાની નીતિને વધુ આક્રમક રૂપ આપતા 6-7 મેની રાત્રે ‘ઓપર

ભારતના ઓપરેશન સિંદૂર પર વર્લ્ડ મીડિયાનું રિએક્શન, ન્યૂયોર્ક ટાઈમ્સથી લઈને CNNએ જુઓ શું કહ્યું

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામે પોતાની નીતિને વધુ આક્રમક રૂપ આપતા 6-7 મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ લૉન્ચ કર્યું હતું. ભારતની ત્રણેય સેના દ્વારા જોઇન્ટ ઓપરેશન દ્વારા પાતિસ્તાન અને PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) સ્થિત કુલ 9 આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી હતી. આ કાર્યવાહી રાત્રે આશરે 1:30 વાગ્યે કરવામાં આવી હતી, જેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. જેનો હેતુ આતંકવાદીઓના લોન્ચપેડ અને હથિયારોના ભંડારને નાબૂદ કરવાનો હતો. 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાના મિરાજ-2000 અને સુખોઈ-30 એમકેઆઈ જેવા એડવાન્સ ફાઇટર જેટ્સે બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોને નિશાનો બનાવ્યો છે. આ વિસ્તાર લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનોનો ગઢ માનવામાં આવે છે. ભારતના આ જવાબની દુનિયાભરની મીડિયાએ નોંધ લીધી હતી. જેમાં દુનિયાભરની મીડિયાએ અલગ-અલગ પ્રકારે  ભારતની એક્શનનો અહેવાલ રજૂ કર્યો હતો. 

ભારતે પાકિસ્તાન પર કર્યો મિસાઇલ હુમલો

બ્રિટનની મીડિયા ચેનલ બીબીસીએ પોતાના અહેવાલમાં લખ્યું, ‘પાકિસ્તાની સરકારી ટીવીએ પાકિસ્તાનના સૈન્ય પ્રવક્તાને ટાંકીને જણાવ્યું છે કે, ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoK માં ત્રણ જગ્યાએ મિસાઇલ હુમલો કર્યો છે.’

ભારતે કર્યો સૈન્ય હુમલો

અમેરિકન મીડિયા ચેનલ CNN એ પોતાના અહેવાલમાં લખ્યું, ‘બુધવારે બંને દેશોએ કહ્યું કે, ભારતે પાકિસ્તાન સ્થિત ઠેકાણા પર સૈન્ય હુમલા કર્યા. પાકિસ્તાને દાવો કર્યો કે, તેના જવાબમાં ભારતીય વાયુસેનાના આશરે બે વિમાન તોડી પડાયા છે.’

પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર કર્યો હુમલો

કતરની અંગ્રેજી ન્યૂઝ ચેનલ AL Jazeera (અલ જઝીરા)એ પોતાના અહેવાલમાં લખ્યું કે, ‘નવી દિલ્હીએ કહ્યું કે, ભારતે પાકિસ્તાન અને PoK ની અનેક જગ્યાએ મિસાઇલ હુમલો કર્યો હતો. જોકે, પાકિસ્તાને પણ વળતા જવાબનો દાવો કર્યો છે. આ હુમલો ગત મહિને કાશ્મીરમાં ભારતીય પ્રવાસીઓ પર થયેલા ઘાતક હુમલા બાદ કરાયો છે. આ હુમલા માટે નવી દિલ્હીએ ઈસ્લામાબાદને જવાબદાર ઠેરવ્યું હતું, જેમાં તેણે પોતાની કોઈપણ પ્રકારની સંડોવણીનો ઈનકાર કર્યો હતો.’

ભારતે આતંકવાદીઓના ઠેકાણા પર કર્યો હુમલો

NCB ન્યૂઝે પાકિસ્તાન પર ભારતીય એરસ્ટ્રાઇકના અહેવાલમાં લખ્યું, ‘પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું કે, ભારતે બુધવારે સવારે PoK વાળા વિસ્તારમાં અનેક જગ્યાએ મિસાઇલ હુમલો કર્યો હતો, જેમાં એક બાળકનું મોત નિપજ્યુ અને બે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, ભારતે આતંકવાદીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતા ઠેકાણા પર હુમલો કર્યો હતો.’

પાકિસ્તાનમાં ત્રણ જગ્યાએ મિસાઇલ હુમલો

બ્રિટિશ મીડિયા પોર્ટલ ‘ધ ગાર્ડિયન’ પોતાના અહેવાલમાં લખ્યું કે, ‘પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યું કે, ભારતે બુધવારે પાકિસ્તાન પર ત્રણ જગ્યાએ મિસાઇલ હુમલો કર્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ધમાકા બાદ શહેરની વીજળી જતી રહી હતી.’

વર્ષો જૂની લડાઈ ફરી શરૂ થઈ

સાઉદી અરબના મીડિયા પોર્ટલ અરબ ન્યૂઝે પોતાના અહેવાલમાં લખ્યું, ‘ભારતે બુધવારે પાકિસ્તાન અને PoK માં નવ જગ્યાએ હુમલો કર્યો છે, જેમાં આશરે ત્રણ લોકોના મોત નિપજ્યા છે. પાકિસ્તાને કહ્યું કે, તે ઝડપથી જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. બંને દુશ્મનો વચ્ચે અનેક વર્ષથી ચાલી રહેલી ભીષણ લડાઈ ફરી શરૂ થઈ ગઈ છે.’

આતંકવાદી ઠેકાણા પર હુમલો

ઈરાની મીડિયા ચેનલ Tehran Times એ પોતાના અહેવાલમાં લખ્યું, ‘ભારતે બુધવારની સવારે કહ્યું ક, તેણે પાકિસ્તાન પર કથિત આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો છે. આ હુમલો બે અઠવાડિયા પહેલા કાશ્મીરમાં બે ડઝનથી વધારે નાગરિકોની હત્યા બાદ કરવામાં આવ્યો છે.’

ભારતે પાકિસ્તાનમાં કર્યો હુમલો

The New York Times એ લખ્યું, ‘ભારતે બુધવારે કહ્યું કે, તેણે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. આ હુમલો કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં ડઝનથી વધારે લોકોની હત્યાના બે અઠવાડિયા બાદ કરવામાં આવ્યો છે.’

આ સમાચાર શેર કરો