મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કરવા ચોથના દિવસે પત્ની બની હત્યારી, જેના માટે વ્રત રાખ્યું તેના જ ભોજનમાં ભેળવ્યું ઝેર

ઉત્તર પ્રદેશમાં કૌશામ્બી જિલ્લામાં સંબંધોને કલંકિત કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં સાત જન્મ માટે સાથે રહેવાનુ

કરવા ચોથના દિવસે પત્ની બની હત્યારી, જેના માટે વ્રત રાખ્યું તેના જ ભોજનમાં ભેળવ્યું ઝેર

ઉત્તર પ્રદેશમાં કૌશામ્બી જિલ્લામાં સંબંધોને કલંકિત કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં સાત જન્મ માટે સાથે રહેવાનું વચન આપનારી પત્નીએ જ કરવા ચોથના દિવસે પતિને ઝેર આપીને મારી નાખ્યો હતો. આ ઘટના બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પત્નીને શંકા હતી કે તેના પતિનું અન્ય મહિલા સાથે અફેર છે. જેનાથી નારાજ થઈને પત્નીએ કરવા ચોથની સાંજે પતિના ભોજનમાં ઝેર ભેળવી દીધું હતું. આ પછી તે બહાનું બનાવીને ઘરેથી ભાગી ગઈ હતી. થોડા સમય બાદ પતિની તબિયત બગાડવા લાગી, ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત થઈ ગયું હતું.

પત્નીએ આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો

સમગ્ર મામલો કડા ધામ પોલીસ સ્ટેશન વિસ્તારના સ્માઈલપુર ગામનો છે. અહીં શૈલેષ કુમાર (32) સવારથી જ કરવા ચોથની તૈયારી કરવામાં વ્યસ્ત હતો. તેની પત્ની સવિતાએ પણ તેના પતિની લાંબી ઉંમર માટે ઉપવાસ રાખ્યો હતો. સાંજે જ્યારે મહિલાઓ તેમના પતિનો ચહેરો જોઈને ઉપવાસ તોડે છે. તે જ સમયે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જો કે, થોડા સમય પછી બધું સામાન્ય થઈ ગયું. આ પછી પત્નીએ ભોજન બનાવ્યું અને બંને સાથે જમવા બેઠા હતા.

જમ્યા બાદ પત્ની પાડોશીના ઘરે જવાનું કહીને ઘરની બહાર નીકળી ગઈ હતી. આના થોડા સમય બાદ પતિ શૈલેષની તબિયત બગડવા લાગી. શૈલેષની તબિયત લથડતી જોઈને તેના પરિવારજનોએ તેને સ્માઈલપુર સીએચસીમાં દાખલ કર્યો હતો, પરંતુ તેની હાલત ગંભીર બનતા તેને મેડિકલ કોલેજમાં રેફર કર્યો હતો. અહીં પણ તેની તબિયતમાં સુધારો ન થયો, તેથી બીજા દિવસે ડોક્ટરોએ તેમને પ્રયાગરાજ લઈ જવા કહ્યું, પરંતુ શૈલેષનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું.

પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી 

શૈલેષના મોતથી પરિવારજનોમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે શૈલેષના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. મૃતક શૈલેષના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટના બાદ ફરાર થયેલી આરોપી પત્નીની પણ ધરપકડ કરી છે. મરતા પહેલા શૈલેષે એક નિવેદન પણ આપ્યું હતું, જેમાં તેણે તેની પત્નીને ભોજનમાં ઝેર ભેળવવાની વાત કરી હતી.

આ સમાચાર શેર કરો