મહિલાની મજબૂરી/ 41 વર્ષની ઉંમરે 14મા બાળકને આપ્યો જન્મ, 20 વર્ષનો છે મોટો દિકરો
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં, 41 વર્ષીય મહિલાએ આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સમાં 14મા બાળકને જન્મ આપ્યો. જ્ય

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં, 41 વર્ષીય મહિલાએ આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સમાં 14મા બાળકને જન્મ આપ્યો. જ્યારે એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ પીડા ઉપડી તો EMT અને પાયલોટે ડિલિવરી કીટનો ઉપયોગ કરીને ડિલિવરી કરાવી. માતા અને બાળક બંને સ્વસ્થ છે. મહિલાનો મોટો દીકરો 20 વર્ષનો છે. મોહલ્લા બજરંગપુરીના રહેવાસી ઇમામુદ્દીનની 41 વર્ષીય પત્ની ગુડિયાને ગુરુવારે સાંજે પ્રસૂતિની પીડા ઉપડી હતી. ઇમામુદ્દીન તેની ગર્ભવતી પત્નીને પાબલા રોડ પર સ્થિત CHCમાં લઈ ગયો. પરંતુ ડોક્ટરોએ તેમને મેરઠ મેડિકલમાં રિફર કર્યા હતા. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ કરે છે.
જ્યારે ઇમામુદ્દીન એમ્બ્યુલન્સમાં મેરઠ મેડિકલ જવા રવાના થયા, ત્યારે રસ્તામાં ગુડિયાને એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ પીડા ઉપડી. એમ્બ્યુલન્સમાં સ્થિતિ વધુ વણસી ત્યારે એમ્બ્યુલન્સ EMT કર્મવીર અને પાયલોટ હમેશ્વરે એમ્બ્યુલન્સમાં લગાવેલી ડિલિવરી કીટની મદદથી ગુડિયાની ડિલિવરી કરાવી. મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. બાદ એમ્બ્યુલન્સ દ્વારા માતા અને બાળકને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ બંનેની તપાસ કરી અને તેમને સ્વસ્થ જાહેર કર્યા. આ પછી ડોક્ટરોએ માતા અને બાળકને ઘરે જવા રજા આપી
ત્રણ બાળકોના થઈ ચૂક્યા છે મોત
ઇમામુદ્દીને જણાવ્યું કે હાલમાં પરિવારમાં છ દીકરા અને ચાર દીકરીઓ છે. અગાઉ ત્રણ બાળકોના મોત થયા છે. તેના ભાઈને કોઈ સંતાન ન હોવાથી એક પુત્ર દત્તક આપ્યો છે. મોટો દીકરો 20 વર્ષનો છે. જે પરિવારના ખર્ચમાં પણ મદદ કરે છે.
ઇમામુદ્દીન દારૂ પીવાનો વ્યસની છે
ગુડિયાએ જણાવ્યું કે તેના પતિને દારૂની લત છે. તેના પુત્રોએ ઘણી વાર તેણીને બાળકો પેદા કરવાનો વિરોધ કર્યો પરંતુ તેના પતિ ઇમામુદ્દીનને આ બાબતે પુત્રો સાથે બબાલ થતી રહે છે.






