25 વર્ષ પહેલા જેના કરી દીધા હતા અંતિમ સંસ્કાર, તે મહિલા જીવતી નીકળી, જાણો કેવી રીતે થયો ચમત્કાર
કર્ણાટકમાંથી 25 વર્ષ પહેલા ગાયબ થયેલી મહિલા હિમાચલમાં મળી છે. લગભગ બે દાયકા પહેલા તે પરિવાર સાથે અલગ થ

કર્ણાટકમાંથી 25 વર્ષ પહેલા ગાયબ થયેલી મહિલા હિમાચલમાં મળી છે. લગભગ બે દાયકા પહેલા તે પરિવાર સાથે અલગ થઇ ગઇ હતી અને પરિવારે તેને મૃત માનીને અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. હવે મહિલા હિમાચલના મંડીમાં જીવિત મળી છે. જિલ્લા તંત્રના અધિકારીઓની પહેલથી મહિલા પોતાના પરિવારજનોને મળી છે. તે કર્ણાટકના વિજયનગર ગામના દનાયાકનાકેરેની છે અને લગભગ 25 વર્ષ પહેલા ગાયબ થઇ ગઇ હતી.
પરિવારજનોએ કરી દીધા હતા અંતિમ સંસ્કાર
પરિવારના લોકો સાકમ્માને 25 વર્ષ પહેલા જ મૃત સમજીને અંતિમ સંસ્કાર પણ કરી ચુક્યા છે. સાકમ્માના કર્ણાટકથી ગાયબ થયા બાદ એક દૂર્ઘટનામાં કોઇ મહિલાનો શબ મળ્યો હતો જેને સાકમ્મા સમજીને પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ઘરે લાગેલી સાકમ્માની તસવીર પર માળા પણ ચઢાવવામાં આવી હતી જેને પરિવારે હવે ઉતારી દીધી છે.
સાકમ્માની કહાની રડાવી દેશે
SDM સ્મૃતિકા નેગીએ જણાવ્યું કે જે સાકમ્માને પરિવારના લોકો મૃત સમજી બેઠા હતા તે જીવિત છે અને આ વાતને જાણીને પરિવારના લોકો ખુશ છે. સાકમ્માની માનસિક સ્થિતિ સારી નથી પરંતુ તેને 25 વર્ષ પહેલાની વાતો યાદ છે અને તે કન્નડ ભાષામાં એમ કહે છે કે તેના નાના-નાના બાળકો છે પરંતુ સાકમ્માને આ ખબર નથી કે તેના નાના-નાના બાળકો હવે લગ્ન કરીને માતા-પિતા પણ બની ચુક્યા છે. સાકમ્માના ચાર બાળકો હતા જેમાંથી ત્રણ જીવિત છે તેમાં બે પુત્ર અને એક દીકરી છે.
કેટલાક આશ્રમોમાં ભટકતી રહી સાકમ્મા
તે ક્યારે અને કેવી રીતે હિમાચલ પહોંચી તેના વિશે વધુ જાણકારી મળી નથી. વર્ષ 2018માં સાકમ્મા હિમાચલમાં બિનવારસી હાલતમાં મળી હતી. જે બાદ તે કેટલાક આશ્રમમાં રહી હતી. વર્તમાન સમયમાં સાકમ્મા વૃદ્ધ આશ્રમ ભંગરોટુમાં રહેતી હતી. મંડીના એડિશનલ ડેપ્યુટી કમિશનર રોહિત રાઠોડે તાજેતરમાં વૃદ્ધાશ્રમ ભાંગરોટુનું નિરીક્ષણ કર્યું હતું. તેણે સકમ્મા સાથે વાત કરી હતી પરંતુ તેણીને હિન્દી આવડતી ન હતી, જેના કારણે તેના પરિવારની ચોક્કસ વિગતો જાણી શકાતી નહતી.
આ પણ વાંચો: માત્ર શ્રીમંત લોકો સાથે લગ્ન.. પછી ખોટા આરોપોમાં ફસાવી પૈસા પડાવતી 'લૂંટેરી દુલ્હન' ઝડપાઇ
આ રીતે થયો ખુલાસો
રોહિત રાઠોડે કન્નડ ભાષામાં વાત કરવા માટે કર્ણાટકના કાંગડા જિલ્લામાં સેવા આપતા SDM પાલમપુરના પદ પર તૈનાત IASઓ અધિકારી નેત્રા મૈત્તી સાથએ મહિલાની વાત કરાવી હતી અને તેના ઘર વિશે જાણકારી મેળવવામાં આવી હતી. તે બાદ મંડી જિલ્લામાં કાર્યરત કર્ણાટકના જ રહેવાસી IAS પ્રોબેશનર અધિકારી રવિ નંદનને વૃદ્ધ આશ્રમમાં મોકલીને મહિલા સાથે વધુ વાતચીત કરાવી હતી અને તે બાદ મહિલાનો વીડિયો બનાવી કર્ણાટક સરકાર સાથે શેર કર્યો હતો.
અપૂર્વ દેવગને જણાવ્યું કે રાજ્ય સરકાર, અધિકારીઓ અને કર્ણાટક સરકારના સહયોગથી આ મહિલાના પરિવારજનોને શોધવામાં આવ્યા છે. મંડીના એડિશનલ ડેપ્યુટી કમિશનર અનુસાર, તે પરિવાર સાકમ્માને મળવાની આશા છોડી ચુક્યુ હતું અને તેમના બાળકો એમ માનતા હતા કે તે હવે આ દુનિયામાં નથી.








