Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Will there be major changes in NEET and CBSE exams, will big decisions be taken in the parliamentary committee meeting?

NEET અને CBSE પરીક્ષાઓમાં થશે મોટા ફેરફાર, સંસદીય સમિતિની બેઠકમાં લેવાશે મોટા નિર્ણયો?

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
NEET અને CBSE પરીક્ષાઓમાં થશે મોટા ફેરફાર, સંસદીય સમિતિની બેઠકમાં લેવાશે મોટા નિર્ણયો?
સોર્સ : gstv

દેશના શિક્ષણ જગતમાં હલચલ મચાવનાર NEET-UG પરીક્ષા અને NTAની કાર્યપ્રણાલી પર હવે સંસદીય સ્તરે ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત અંગેની સંસદીય સ્થાયી સમિતિ દિલ્હીમાં બે દિવસીય મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહી છે, જેમાં પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને સુધારા અંગે ચર્ચા થશે.

App Store

બેઠકમાં કયા મુદ્દાઓ પર કરાશે ચર્ચા?

NEET અને NTA: પરીક્ષાના મોડ પર વિચારણા, એટલે કે પરંપરાગત પેન-પેપર મોડ ચાલુ રાખવો કે તેને સંપૂર્ણપણે કમ્પ્યુટર-બેઝ્ડ (CBT) માં ફેરવવો.

CBSE પરીક્ષા: ધોરણ 12 માટે 'ઓન-સ્ક્રીન માર્કિંગ' (OSM) સિસ્ટમની અમલીકરણ અને તેનાથી વિદ્યાર્થીઓને થતી સમસ્યાઓનું નિવારણ.

ભાષા સૂત્ર: ધોરણ 9 અને 10 માં 'થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલા' ના અમલીકરણની વર્તમાન સ્થિતિની સમીક્ષા.

પેપર લીક મામલે સરકાર પર દબાણ 

NEET-UG 2026ના પેપર લીક કેસ પછી પરીક્ષાની પવિત્રતા જાળવવી એ સરકાર માટે મોટો પડકાર બન્યો છે. સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ડૉક્ટર અને કોચિંગ સેન્ટરના ફેકલ્ટી સભ્યો પણ સામેલ છે. સંસદીય સમિતિ આ સમગ્ર તપાસ પર નજર રાખી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી રહી છે.

આગામી મહત્વની તારીખો

14 જૂન: NEET-UG 2026 પુનઃ-પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર થવાની અપેક્ષા.

21 જૂન: NEET-UG 2026 ની પુનઃ-પરીક્ષા યોજાશે.