શું તેજસ્વી યાદવ સામે આવશે? બિહાર ચૂંટણીમાં કારમી હાર અને રોહિણી પ્રકરણ બાદ આવતીકાલે RJDની મોટી બેઠક
બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને બીજા દિવસે પટના

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને બીજા દિવસે પટનાથી તેમની બહેન રોહિણી આચાર્યના વિદાય બાદ, તેઓ સોમવારે ગૃહમાં હાજર થાય તેવી શક્યતા છે. આરજેડીએ ધારાસભ્યોની બેઠક બોલાવી છે, જેમાં તેઓ હાજરી આપશે.
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં RJDની કારમી હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે મહાગઠબંધનના નેતાઓને કારમી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ત્યારે આ મામલે બિહારમાં RJDના નેતા તેજસ્વી યાદવ કારમી હાર મામલે પહેલી વાર બોલશે.
ઉમેદવારો અને ચૂંટાયેલા ધારાસભ્યોની સોમવારે એક બેઠક
રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવારો અને ચૂંટાયેલા ધારાસભ્યોની સોમવારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામો અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ સંબંધિત તમામ મુખ્ય મુદ્દાઓની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવ આ બેઠકની અધ્યક્ષતા કરશે.






