મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યુપીની રાજનીતિ છોડી કેન્દ્રીય રાજકારણમાં સક્રિય થશે અખિલેશ યાદવ? આપ્યા આ સંકેત

ઉત્તર પ્રદેશમાં ભાજપને ટક્કર આપી શાનદાર જીત નોંધવનારી સમાજવાદી પાર્ટીના નેતા અખ

યુપીની રાજનીતિ છોડી કેન્દ્રીય રાજકારણમાં સક્રિય થશે અખિલેશ યાદવ? આપ્યા આ સંકેત

ઉત્તર પ્રદેશમાં ભાજપને ટક્કર આપી શાનદાર જીત નોંધવનારી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ હવે રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. હાલ અખિલેશ યાદવ યુપી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે. જણાવી દઈએ કે આ લોકસભા ચૂંટણીમાં અખિલેશ યાદવની આગેવાનીમાં સમાજવાદી પાર્ટીએ યુપીમાં 37 લોકસભા સીટો પર વિજય નોંધાવ્યો છે. 

અખિલેશ યાદવની આગેવાનીમાં આજે વિજેતા થયેલા તમામ સાંસદોની લખનઉમાં પાર્ટી મુખ્યાલય ખાતે મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં અખિલેશ યાદવને આગામી રાજકીય ભવિષ્યને લઈને પણ નિર્ણય લેવાનો હતો. અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં વિપક્ષનું નેતૃત્ત્વ કરશે કે પછી દિલ્હી જશે એ બાબત સામે આવી છે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અખિલેશ યાદવ કરહાલ વિધાનસભા સીટ (મૈનપુરી) છોડીને કેન્દ્રીય રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સપાએ આ વખતે લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. અખિલેશ દિલ્હી જતાં તેમની સીટ ઉપર તેજ પ્રતાપ યાદવ કરહાલથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેજ પ્રતાપ અગાઉ મુલાયમ સિંહ સાથે આ ચૂંટણીમાં ડિમ્પલ યાદવ સાથે પ્રચાર કરી ચૂક્યા છે. તેઓ મૈનપુરીના પૂર્વ સાંસદ હતા.

સમાજવાદી પાર્ટીના હેડ ક્વાર્ટરમાં તમામ નવા સાંસદો એક મજબૂત વિપક્ષ તરીકે પોતપોતાના વિસ્તારમાં કેવી રીતે કામ કરશે અને તેઓ કેવી રીતે લોકોની વાત શેરીથી સંસદ સુધી લઈ જશે. આ મીટિંગમાં લોકસભામાં અખિલેશ યાદવની પાર્ટી પ્રતિનિધિત્વ અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. અખિલેશ યાદવ આ વખતે કન્નૌજ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે.

જો અખિલેશ કેન્દ્રીય રાજનીતિમાં જશે તો યુપીમાં વિપક્ષી નેતા કોણ બનશે. સૂત્રો દ્વારા એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે શિવપાલ યાદવને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવી શકે છે. કારણ કે શિવપાલ યાદવ હવે સપા ધારાસભ્યોમાં સૌથી વરિષ્ઠ સભ્ય છે. જો કે આ બાબતે આખરી નિર્ણય અખિલેશ જ લેશે. 

આ સમાચાર શેર કરો