મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'કોર્ટમાં ખોટું કેમ બોલ્યા', ટેન્કર માફિયા અંગે દિલ્હી સરકારને સુપ્રીમે લગાવી ફટકાર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાણીની વિકટ સમસ્યા અંગે સુપ્રીમકોર્ટે દિલ્હી સરકા

'કોર્ટમાં ખોટું કેમ બોલ્યા', ટેન્કર માફિયા અંગે દિલ્હી સરકારને સુપ્રીમે લગાવી ફટકાર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાણીની વિકટ સમસ્યા અંગે સુપ્રીમકોર્ટે દિલ્હી સરકાર દ્વારા દાખલ અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં હરિયાણા રાજ્યને બાકીનું પાણી છોડવા મામલે નિર્દેશ આપવાની માગ કરાઈ હતી. આ મામલે સુનાવણી કરતી જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પી.બી.વરાલેની બેન્ચે આ દરમિયાન દિલ્હી સરકારને પાણીના વેડફાટ અને ટેન્કર માફિયાઓને લઈને સવાલો કર્યા હતા. સરકારે આ રોકવા માટે શું પગલા લીધા તેનું સોગંધનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

ભારે ગરમી વચ્ચે રાજધાની દિલ્હીમાં લાખો લોકો જળસંકટનો સામનો કરી રહ્યા છે. પાડોશી રાજ્યોએ વધુ પાણી આપવાની માંગને લઈને આમ આદમી પાર્ટી સરકારે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો છે. હિમાચલ અને હરિયાણાને દિલ્હી માટે વધુ પાણી મોકલવાનો આદેશ આપી ચુકેલી અદાલતે બુધવારે દિલ્હી સરકારને પાણીના વેડફાટ અને ટેન્કર માફિયાઓને લઈને સવાલો કર્યા હતા.

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પ્રસન્ના બી વરાલેની બેન્ચે દિલ્હી સરકારને કહ્યું કે, દિલ્હીમાં ટેન્કર માફિયા સામે જો તમે એક્શન નથી લઈ શકતા તો અમે દિલ્હી પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવાનું કહીશું. કોર્ટે કહ્યું કે, આ કોર્ટમાં ખોટા નિવેદનો કેમ આપવામાં આવ્યા. પાણી હિમાચલ પ્રદેશથી આવી રહ્યું છે. દિલ્હીમાં ક્યાં જઈ રહ્યું છે? વધુ પડતું લિકેજ, ટેન્કર માફિયા વગેરે છે. તમે આ બાબતે શું કર્યું. આ ઉપરાંત કોર્ટે કહ્યું, ટીવી ચેનલો બતાવી રહી છે કે દિલ્હીમાં ટેન્કર માફિયા વધી રહ્યા છે. શું તમે કોઈ ટેન્કર માફિયા સામે કોઈ પગલાં લીધા છે? શું તમે એક પણ FIR નોંધાવી છે?  દર ઉનાળામાં પાણીનો બગાડ ન થાય તે માટે તમે શું પગલાં લીધાં છે?

જણાવી દઈએ કે, દિલ્હીમાં ટેન્કર માફિયાઓ દ્વારા પાણીની અછત સામે ઝઝૂમતાં દિલ્હીવાસીઓ સામે ઉઘાડી લૂંટ ચલાવતા જોઈ શકાય છે. અહેવાલો અનુસાર એક એક ટેન્કર પાણીની કિંમત દેશની રાજધાનીમાં રુ. 3000ને વટાવી ગઈ છે. 

કોર્ટે ચલાવ્યો સવાલોનો મારો 

દિલ્હી સરકાર તરફથી હાજર વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, અમે અહીં ઉકેલ શોધવા આવ્યા છીએ. કૃપા કરીને હિમાચલ પ્રદેશની એફિડેવિટ અને દિલ્હી સરકાર દ્વારા દાખલ કરાયેલ સ્ટેટસ રિપોર્ટ જુઓ. તેના પર ડિવિઝન બેન્ચે કહ્યું કે, 'સચિવ શા માટે એફિડેવિટ ફાઇલ નથી કરી રહ્યાં, મંત્રી શા માટે એફિડેવિટ ફાઇલ કરી રહ્યાં છે? હિમાચલનું કહેવું છે કે તેઓ પહેલાથી જ વધારાનું પાણી છોડી ચૂક્યા છે. હવે હિમાચલ કહે છે કે તેમની પાસે વધારાનું પાણી નથી. બોર્ડને કેમ ના જણાવાયું?

ગુરુવારે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે

દિલ્હી જલ બોર્ડ (DJB) એ કહ્યું કે ઘણા ટેન્કર ડીજેબીના છે જેની તસવીરો મીડિયામાં જોવા મળે છે. અમે કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ના, તમારે એફિડેવિટ દાખલ કરવી જોઈએ, મૌખિક નિવેદન નહીં. ડીજેબીએ કહ્યું ઠીક છે. અમે એફિડેવિટ ફાઇલ કરીશું. કોર્ટે દિલ્હી સરકારને પાણીના નુકસાન અને તેને રોકવા માટે કરવામાં આવેલી કાર્યવાહી અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. સુપ્રીમકોર્ટે  કહ્યું કે, અમે ગુરુવારે કેસની વિગતવાર સુનાવણી કરીશું

આ સમાચાર શેર કરો