શા માટે ઉજવવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસ? જાણો મહાત્મા ગાંધી સાથે કેવી રીતે છે સંબંધ
ભારતમાં દર વર્ષે 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે, ભારત સરકાર બિન-નિવાસી ભારતીયો

ભારતમાં દર વર્ષે 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે, ભારત સરકાર બિન-નિવાસી ભારતીયોના માનમાં પરિષદો અને કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વર્ષે 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ઓડિશા રાજ્ય સરકાર સાથે ભાગીદારીમાં ઉજવવામાં આવી રહ્યું છે, તે 10 જાન્યુઆરી સુધી ચાલશે.
પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનો હેતુ ભારતના વિકાસમાં વિદેશમાં રહેતા ભારતીય સમુદાયના યોગદાનને ઓળખવાનો છે. દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસની એક થીમ હોય છે. આ વર્ષની થીમ 'વિકસિત ભારતમાં વિદેશી ભારતીયોનું યોગદાન' છે. આ વર્ષના પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં હાજરી આપવા માટે 50થી વધુ દેશોમાં રહેતા ભારતીયોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
પ્રવાસી ભારતીય દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે કારણ કે 1915માં આ દિવસે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા. આ પછી તેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે, વિદેશમાં સફળતા પ્રાપ્ત કરનારા ભારતીયોનું સન્માન કરવામાં આવે છે.
પ્રવાસી ભારતીય દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે?
પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 2003માં શરૂ થઈ હતી. જોકે, તે સમયે તે દર વર્ષે નહતું ઉજવવામાં આવતું. વર્ષ 2015થી દર બે વર્ષે તેની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પછી, 2023થી દર વર્ષે તેની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.






