ભારત માટે કેમ ખતરનાક છે ચીનનો સુપર ડેમ? નોર્થ ઈસ્ટમાં મચાવી શકે તબાહી
ચીન બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બંધને લઈને

ચીન બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બંધને લઈને નિષ્ણાતોનું કહેવું છે કે આના કારણે ભારતને પૂર અને દુષ્કાળ સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જોકે, ચીનનું કહેવું છે કે આનાથી ભારત અને બાંગ્લાદેશ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. નદીને તિબેટમાં યાર્લુંગ ઝાંગપો પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ 'મને ફરીથી મુખ્યમંત્રી આવાસની બહાર ફેંકી દેવામાં આવી', CM આતિશીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
ગત મહિને ચીને તિબેટમાં ભારતીય સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર યાર્લુંગ ઝંગબો નામનો ડેમ બનાવવાની યોજનાને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ મુજબ વિશાળ ડેમ હિમાલયન વિસ્તારમાં એક વિશાળ ખીણ પર બાંધવામાં આવશે, જ્યાંથી બ્રહ્મપુત્રા અરુણાચલ પ્રદેશ અને પછી બાંગ્લાદેશમાં વહે છે.
નિષ્ણાતોનો અભિપ્રાય
ધર્મશાળામાં તિબેટ પોલિસી ઇન્સ્ટિટ્યૂટના સંશોધક અને ડેપ્યુટી ડાયરેક્ટર ટેમ્પા ગ્યાલસ્ટને જણાવ્યું કે આની ભારત પર ખૂબ જ ગંભીર અસર પડશે. ટેમ્પા ગ્યાલસ્ટને કહ્યું કે, 'જ્યારે આ ડેમનો વિચાર વર્ષ 2020માં આવ્યો ત્યારે મેં 'China's super dam in Tiber and its implications for India' (Tiberમાં ચીનનો સુપર ડેમ અને તેની ભારત માટે અસરો) નામનો લેખ લખ્યો હતો. અને હવે તેને સત્તાવાર મંજૂરી મળી ગઈ છે, જેનો અર્થ છે કે બાંધકામ ઝડપી થશે.
તેમણે ઉત્તર-પૂર્વ ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'હું કેટલાક ઉદાહરણો આપું. ઉનાળામાં જ્યારે આ વિસ્તારમાં પાણીનો વધુ પડતો પ્રવાહ હોય ત્યારે આ ડેમમાંથી વધારાનું પાણી છોડશે. એટલે આ વિસ્તારમાં પૂરની સંભાવના વધી જશે. શિયાળામાં જ્યારે હવામાન શુષ્ક હોય ત્યારે ડેમ વિસ્તારમાં વહેતી કોઈપણ નદીઓમાંથી પાણીનો સંગ્રહ કરશે, એટલે કે વિસ્તારમાં પાણીની અછત ઓછી હશે. કોઈ પણ સંજોગોમાં, ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં ભારતીય સમુદાય માટે આ એક મોટું નુકસાન છે.
ગ્યાલ્સ્ટને કહ્યું, 'આપણે જાણીએ છીએ કે, હિમાલયન વિસ્તારમાં ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ છે. મેગા ડેમના કારણે ભૂકંપની ગતિવિધિઓ વધે છે. આવી સ્થિતિમાં આપણે જેને તિબેટમાં યારલુંગ ઝાંગબો કહીએ છીએ અને ભારતમાં પ્રવેશ કરતાં જ બ્રહ્મપુત્રા કહેવામાં આવે છે. જેના ઉપર ચીન દ્વારા મોટા ડેમનો પ્રસ્તાવ રાખ્યો છે. તેના ગંભીર પરિણામ ભોગવવા પડે છે.
લેખકે કહ્યું કે, 'ત્રીજી અસર રાજકીય હોઈ શકે છે, કારણ કે ચીન આ બંધનો ઘણી રીતે ઉપયોગ કરી શકે છે. જો ચીનના ભારત સાથે સારા સંબંધો છે તો તે તેનો સારો ઉપયોગ કરી શકે છે, પરંતુ જો સંબંધોમાં ઉતાર-ચઢાવ આવે અને... જો કોઈ સમયે ભારત અને ચીન વચ્ચેના સંબંધો બગડે છે તો ચીન સરકાર તેનો ઉપયોગ કોઈ અલગ ઢંગથી આ ડેમનો ઉપયોગ કરી શકે છે.
તેમણે કહ્યું, 'જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થાય છે, તો તેઓ ચોક્કસપણે ડેમમાંથી પાણી છોડી શકે છે, જેના પરિણામે વિસ્તારમાં પૂર આવશે અથવા જો પાણી રોકશે તો દુષ્કાળ પડી શકે. ભારત સરકાર આ મુદ્દાઓને સારી રીતે સમજે.








