મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંસદમાં કેમ ભડક્યા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ? વિપક્ષને વળતો સવાલ પૂછતા કહ્યું- દૂર્ઘટનાને રોકવા તમે શું કર્યું?

લોકસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના ભાષણ દરમિયાન વિવાદ થયો હતો. રેલવે મંત્રી રેલ્વેમાં

સંસદમાં કેમ ભડક્યા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ? વિપક્ષને વળતો સવાલ પૂછતા કહ્યું- દૂર્ઘટનાને રોકવા તમે શું કર્યું?

લોકસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના ભાષણ દરમિયાન વિવાદ થયો હતો. રેલવે મંત્રી રેલ્વેમાં કરવામાં આવતા સુધારા અને લોકો પાયલોટને લઇને બનાવવામાં આવેલી વ્યવસ્થા વિશે સદનમાં જણાવતા હતા. કોઇ વિપક્ષી સાંસદે તેમને રીલ મંત્રી કહીને કટાક્ષ કર્યો હતો તે બાદ અશ્વિની વૈષ્ણવ ભડકી ગયા હતા.

સંસદમાં કેમ ભડક્યા રેલ મંત્રી

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકો પાયલોટ રેલ મંત્રાલયના સૌથી મહત્ત્વના સભ્ય છે, તેમના માટે કેટલાક જરૂરી પગલા ભરવામાં આવ્યા છે. લોકો પાયલોટ જ્યારે ડ્યુટી પૂર્ણ કરીને આવે છે તો તે પોતાના રૂમમાં બેસે છે. આ દરમિયાન કોઇ વિપક્ષી સાંસદે રીલ મંત્રી કહ્યાં હતા. રેલ મંત્રીએ જવાબ આપતા કહ્યું, "અમે લોકો માત્ર રીલ બનાવનારા નથી, અમે મહેનત કરનારા લોકો છીએ, કામ કરનારા લોકો છીએ. તમારી જેમ માત્ર રીલ બનાવીને બતાવનારા લોકો નથી.."

શું આ રીતે દેશ ચાલશે- અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવે સ્પીકરને પૂછ્યું કે શું આ દેશ આ રીતે ચાલશે? રેલ મંત્રીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સોશિયલ મીડિયાની ટ્રોલ આર્મી જૂઠ ફેલાવે છે. રેલ મંત્રીએ કહ્યું, "અયોધ્યામાં સ્ટેશનની એક જૂની દીવાલ તૂટી ગઇ તો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના હેન્ડલે તેને ઉઠાવવાનું શરૂ કર્યું. આ રીતના જૂઠથી કેવી રીતે દેશ ચાલશે. 2 કરોડ મુસાફર દરરોજ મુસાફરી કરે છે. શું તેમના મનમાં આ ડર ભરવા માંગે છે?"

રેલ મંત્રીએ વિપક્ષને જ સવાલ કરતા પૂછ્યું- દૂર્ઘટનાને રોકવા માટે શું કર્યું?

રેલ મંત્રીએ સંસદમાં જણાવ્યું કે દૂર્ઘટનાને રોકવા માટે આખા દેશમાં માનવરહિત રેલ્વે ક્રોસિંગ કરવામાં આવી છે જ્યાં દર વર્ષે કોઇ સ્કૂલ બસ અથવા કોઇ દૂર્ઘટના થતી હતી. સ્ટેશનનો પુરો કંટ્રોલ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલૉકિંગના માધ્યમથી થાય છે. વિશ્વના મોટા દેશોમાં 1980-90ના દાયકામાં લાગી ગઇ હતી. 2014માં સરકારમાં આવ્યા બાદ અમે 2015માં ATP ડેલવપ કરવાનો સંકલ્પ લીધો અને 2016માં કવચનું ટ્રાયલ્સ શરૂ કરવામાં આવ્યું હતું. કોવિડ છતાં 2020-21માં તેના એક્સટેંડેટ ટ્રાયલ્સ થયા, ત્રણ મેન્યુફેક્ચરર્સને ચિહ્નિત કર્યા અને 2023માં ત્રણ હજાર કિલોમીટરનો પ્રોજેક્ટ રોલઆઉટ થયો અને આજે અમે તે સ્થિતિમાં છીએ કે બે મેન્યુફેક્ચરર્સ જોડાવાના છે, અમે આઠ હજારથી વધુ એન્જિનિયરને ટ્રેનિંગ આપી છે.

15 દિવસમાં દેશમાં 8 મોટી રેલ દૂર્ઘટના થઇ

વિપક્ષ સતત રેલ દૂર્ઘટનાને લઇને રેલ મંત્રીનું રાજીનામું માંગી રહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે 15 દિવસમાં આઠ વખત રેલ દૂર્ઘટના થઇ છે. માત્ર જુલાઇ મહિનાની વાત કરવામાં આવે તો 18 જુલાઇએ ચંદીગઢ-ડિબ્રુગઢ રેલ દૂર્ઘટના થઇ હતી જેમાં 4 લોકોના મોત થયા હતા અને 31 લોકો ઘાયલ થયા હતા. 19 જુલાઇએ વલસાડમાં માલગાડી પાટા પરથી ઉતરી ગઇ હતી. 20 જુલાઇએ યુપીના અમરોહામાં માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 21 જુલાઇએ રાજસ્થાનના અલવરમાં માલગાડીના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 21 જુલાઇએ જ બંગાળના રાનાઘાટમાં માલગાડી પાટા પરથી ઉતરી હતી. 26 જુલાઇએ ઓરિસ્સાના ભૂવનેશ્વરમાં માલગાડી પાટા પરથી ઉતરી ગઇ હતી. 29 જુલાઇએ બિહારના સમસ્તીપુરમાં બિહાર સંપર્ક ક્રાંતિના ડબ્બા અલગ થઇ ગયા હતા અને 30 જુલાઇએ ઝારખંડના ચક્રધરપુરમાં હાવડાથી મુંબઇ જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી.

આ સમાચાર શેર કરો