કેજરીવાલે અચાનક કેમ રાજીનામાનો દાવ રમ્યો? આ બે કારણ આવ્યા સામે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામાની જાહેરાત કરી છે. કથિત લીકર કૌભાંડમાં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામાની જાહેરાત કરી છે. કથિત લીકર કૌભાંડમાં મહિનાઓ સુધી જેલમાં રહ્યાં બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર બહાર આવેલા કેજરીવાલે પોતાના એક દાંવથી બધાને ચોકાવી દીધા છે.
કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે તે બે દિવસ પછી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા જઇ રહ્યાં છે. એવામાં સવાલ ઉભો થાય છે કે કેજરીવાલે અચાનક રાજીનામાનો દાવ કેમ રમ્યો અને શું દિલ્હીમાં જલદી ચૂંટણી યોજાઇ શકે છે?
જલદી ચૂંટણી ઇચ્છે છે કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે લીકર કૌભાંડ કેસનો કોર્ટ ચુકાદો આવવામાં 10 વર્ષ પણ લાગી જશે પરંતુ આ પહેલા તે જનતાનો નિર્ણય ઇચ્છે છે. તે ત્યાર સુધી મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે જ્યાર સુધી જનતા તેમને નિર્દોષ નથી ગણતી અને તેની માટે તે ચૂંટણીમાં ઉતરશે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે પરંતુ હું તેને નવેમ્બરમાં જ કરાવવાની માંગ કરૂ છું.
શું દિલ્હીમાં યોજાઇ શકે છે જલદી ચૂંટણી?
કેજરીવાલે માંગ કરી છે કે મહારાષ્ટ્રની સાથે દિલ્હીમાં પણ ચૂંટણી યોજવામાં આવે. કેજરીવાલે ફેબ્રુઆરીની જગ્યાએ નવેમ્બરમાં જ ચૂંટણીની માંગ કરી છે. જોકે, તેમને વિધાનસભા ભંગ કરવાની જાહેરાત કરી નથી. કેજરીવાલે વિધાયક દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીને ચૂંટવામાં આવશે. જાણકારોનું માનવું છે કે જો વિધાનસભાને સમય પહેલા ભંગ કરવામાં નથી આવતી અને સરકાર ચાલી રહી છે તો ચૂંટણી પંચ પાસે જલદી ચૂંટણી કરાવવાનો વિકલ્પ નથી.જો કેજરીવાલ જલદી ચૂંટણી ઇચ્છે છે તો તેમને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવી જોઇએ.
જલદી ચૂંટણી ના યોજવાનું બીજુ કારણ
દિલ્હીમાં નવેમ્બરમાં ચૂંટણી એટલા માટે પણ શક્ય નથી કારણ કે ચૂંટણી પહેલા ઘણી તૈયારીઓની જરૂર પડે છે અને તેમાં એક નિશ્ચિત સમય લાગે છે. દિલ્હીમાં વોટર લિસ્ટને અપડેટ કરવાનું કામ પણ હજુ બાકી છે. ભારતના ચૂંટણી પંચે આદેશ આપ્યો છે કે મતદારો યાદીનું પુનનીરિક્ષણ કરી એનસીટી દિલ્હીના મતદાર યાદીને 1 જાન્યુઆરી, 2025ના સંદર્ભમા અપડેટ કરવામાં આવે. CEO દિલ્હીના જણાવ્યા અનુસાર, સંકલિત રોલ 29મીએ પ્રકાશિત કરવામાં આવશે. આ અંગેના દાવા અને વાંધાઓ 28મી નવેમ્બર સુધીમાં મેળવવામાં આવશે, જેનો 24મી ડિસેમ્બર સુધીમાં નિકાલ કરવામાં આવશે. મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની છેલ્લી તારીખ 6 જાન્યુઆરી 2025 છે. આનાથી સ્પષ્ટ છે કે દિલ્હીમાં ફેબ્રુઆરીમાં જ ચૂંટણી શક્ય છે.
કેજરીવાલે કેમ રાજીનામું આપવાનો દાંવ રમ્યો?
ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી જન્મેલા પક્ષના વડા અરવિંદ કેજરીવાલ છેલ્લા બે વર્ષથી કથિત દારૂ કૌભાંડના આરોપોનો સામનો કરી રહ્યા છે. પોતાને 'કટ્ટર ઇમાનદાર' ગણાવતા કેજરીવાલની છબી આના કારણે ખરડાઈ છે. ભાજપ તેમના પર આક્રમક પ્રહાર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં કેજરીવાલે રાજીનામાનો દાંવ રમ્યો છે.એવું માનવામાં આવે છે કે 'લોકોના નિર્ણય'ના એજન્ડાને ધ્યાનમાં રાખીને તેમણે આગામી વિધાનસભાની ચૂંટણીનો મોડ સેટ કર્યો છે. તેમણે ભાજપના પ્રચારને પણ પંચર કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ સતત કેજરીવાલને એવું કહીને જનતામાં કોર્નર કરી રહ્યું હતું કે કૌભાંડનો આરોપ લાગ્યા બાદ પણ તેઓ ખુરશીને વળગી રહ્યા છે. કેજરીવાલના રાજીનામાનું બીજું કારણ એ છે કે દિલ્હીમાં અનેક કામો અટવાઈ પડ્યા હતા. સુપ્રીમ કોર્ટે જે રીતે તેમને સીએમ ઓફિસ અને સચિવાલયની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂક્યો છે તેના કારણે કેજરીવાલ જે કામ કરવા માંગે છે તે ચૂંટણી પહેલા પૂર્ણ થઈ શકે તેમ નથી. નવા મુખ્યમંત્રી દ્વારા, તેઓ પેન્ડિંગ કામોને પૂર્ણ કરવા ઈચ્છે છે, જેમાં દિલ્હીની મહિલાઓ માટે 1000 રૂપિયાની માસિક આર્થિક સહાયની જાહેરાત પણ સામેલ છે, જેની જાહેરાત દિલ્હીના બજેટમાં કરવામાં આવી છે. કેજરીવાલે એક કાંકરે અનેક નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે.








