પશ્ચિમ બંગાળ રેલ અકસ્માતમાં 'કવચ' સિસ્ટમ કેમ કામ ન આવી? જાણો કેવી હોય છે રેલવેની સેફ્ટી સિસ્ટમ
પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં એક માલગાડીએ સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મા

પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં એક માલગાડીએ સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતને પગે કંચનજંગા એક્સપ્રેસની ઘણી બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. જેમાં અનેક લોકોના મોત થવા સાથે ઘાય થયા છે. દેશમાં ટ્રેન અકસ્માતની ઘટનાઓ સામાન્ય બની છે. પરંતુ રેલ અકસ્માતમાં 'કવચ' સિસ્ટમ કેમ કામ ન આવી.
રેલ્વે દ્વારા દેશભરમાં પાટા પર દોડતી ટ્રેનોમાં અકસ્માતોને અટકાવતી કવચ સિસ્ટમ બાબતે કોઈ અપડેટ આપી નથી. પરંતુ રેલવેની આ સેફ્ટી સિસ્ટમ શું છે અને તે કેવી રીતે કામ કરે છે તેના વિશે માહિતી મેળવવી પણ જરૂરી છે.
શું છે રેલ્વેની કવચ પ્રોટેક્શન સિસ્ટમ?
રેલ્વેની કવચ એક ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે, રેલવેએ વર્ષ 2012માં આ સિસ્ટમ પર કામ શરૂ કર્યું હતું. જેને ભારતીય રેલ્વે દ્વારા રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO)ની મદદથી વિકસાવવામાં આવી છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટનું નામ Train Collision Avoidance System (TCAS) હતું.
રેલવે થકી ભારતમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરી રહ્યા છે. ટ્રેન અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આવા અકસ્માતોને રોકવા ભારતીય રેલ્વે દ્વારા એક ખાસ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી. જેનો પ્રથમ ટ્રાયલ વર્ષ 2016માં શરૂ થયો હતો. આ સિસ્ટમની સ્થાપના તબક્કાવાર રીતે ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે.
કવચ સિસ્ટમની કાર્યપ્રણાલી
'કવચ' સિસ્ટમમાં અનેક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને સેન્સરનો સમાવેશ થાય છે. જેમાં ટ્રેન, રેલવે ટ્રેક, રેલવે સિગ્નલ અને દરેક સ્ટેશન પર એક કિલોમીટરના અંતરે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ અલ્ટ્રા હાઇ રેડિયો ફ્રીક્વન્સી દ્વારા અન્ય ઘટકો સાથે કમ્યુનિકેટ કરે છે.
જો કોઈ ટ્રેન ડ્રાઇવર કોઈ સિગ્નલ તોડે છે તો કવચ એક્ટિવેટ થઈ જાય છે. આ પછી સિસ્ટમ લોકો પાયલટ( ટ્રેન ડ્રાઈવર)ને એલર્ટ કરે છે અને પછી ટ્રેનની બ્રેકને કંટ્રોલ કરી લે છે. સિસ્ટમને જેવી ખબર પડે કે ટ્રેક પર બીજી કોઈ ટ્રેન પણ આવી રહી છે તો પહેલા ટ્રેનને રોકે છે. આ સિસ્ટમ સતત ટ્રેનની મુવમેન્ટને ટ્રેક કરીને આગળના સિગ્નલ શેર કરે છે.








