એર ઇન્ડિયા પર કેમ ભડક્યો ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર ડેવિડ વોર્નર, જાણો શું છે સમગ્ર ઘટના
એર ઇન્ડિયાના ખરાબ દિવસો ચાલી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર પણ એરલાઇન

એર ઇન્ડિયાના ખરાબ દિવસો ચાલી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર પણ એરલાઇન પર ગુસ્સે થયો છે. ડેવિડ વોર્નરે X પર એર ઇન્ડિયા ફ્લાઇટની ખરાબ સર્વિસ પર સવાલ ઉઠાવ્યા છે. જોકે, એર ઇન્ડિયાએ પણ ડેવિડ વોર્નરની માફી માંગી છે.
ડેવિડ વોર્નર એર ઇન્ડિયા પર કેમ ગુસ્સે થયો?
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે X પર લખ્યુ, "@AirIndia અમે પાયલોટ વગર પ્લેનમાં બેઠા છીએ અને કલાકોથી રાહ જોઇ રહ્યાં છીએ. તમે મુસાફરોને કેમ બોર્ડ કરાવો છો જ્યારે તમને ખબર છે કે તમારી પાસે પાયલોટ જ નથી?" આ પોસ્ટ પર હજારો લાઇક્સ અને કોમેન્ટ આવી છે જેમાં કેટલાક મુસાફરોએ પણ એર ઇન્ડિયાની ખરાબ સર્વિસ પર સવાલ ઉઠાવ્યા છે.
એર ઇન્ડિયાની સર્વિસ પર આ પહેલા પણ ઉભા થયા છે સવાલ
એર ઇન્ડિયાની સર્વિસ પર સવાલો ઉભા થવાનું મુખ્ય કારણ તેની સેવામાં સતત જોવા મળતી ખામીઓ અને મુસાફરોની ફરિયાદો છે. તાજેતરમાં, ઘણા મુસાફરોએ ફ્લાઇટમાં મળતી સુવિધાઓ, જેમ કે તૂટેલી સીટો, સમયસર સેવા ન મળવી અને સ્ટાફના વર્તન અંગે નારાજગી વ્યક્ત કરી છે.કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ફેબ્રુઆરી 2025માં એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેમને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તૂટેલી સીટ પર મુસાફરી કરવી પડી, જેનાથી સેવાની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થયા.
ટાટા ગ્રૂપે 2022માં એર ઇન્ડિયાને ખરીદી ત્યારે લોકોને આશા હતી કે સેવામાં સુધારો થશે, પરંતુ ઘણા લોકોનું માનવું છે કે હજુ પણ પરિસ્થિતિ જૂની જ છે, બલ્કે કેટલાક કિસ્સામાં તો વધુ ખરાબ થઈ ગઈ છે.








