કોણ બનશે દિલ્હીનો મુખ્યમંત્રી? આ નામ પર વિચાર કરી શકે છે AAP
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે બે દિવસની અંદર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. કેજરીવ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે બે દિવસની અંદર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. કેજરીવાલે કહ્યું કે વિધાયક દળની બેઠક મળશે અને તેમા મુખ્યમંત્રીની જાહેરાત કરાશે. હવે એવામાં સૌથી મોટો સવાલ છે કે દિલ્હીનો મુખ્યમંત્રી કોણ બનશે?
કથિત લીકર કૌભાંડમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા બાદ કેજરીવાલ રવિવારે પ્રથમ વખત આમ આદમી પાર્ટીની દિલ્હી સ્થિત ઓફિસે પહોંચ્યા હતા. કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રી પદેથી બે દિવસમાં રાજીનામુ આપવાની વાત કહી હતી. અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ રીતે કહ્યું કે તે અને મનીષ સિસોદિયા આગામી દિવસોમાં ઘરે ઘરે જને આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે.
દિલ્હીમાં જલદી યોજાશે વિધાનસભા ચૂંટણી
કેજરીવાલના જેલમાંથી બહાર આવ્યા બાદ એમ માનવામાં આવી રહ્યું હતું કે તે મુખ્યમંત્રી બન્યા રહેશે કારણ કે કેટલાક મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દિલ્હીમાં 2015 અને 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જે પ્રચંડ બહુમત મળ્યો હતો તેની પાછળ કેજરીવાલ જ કારણ હતા.કેજરીવાલે રાજકીય વિશ્લેષકોને ચોકાવતા આ જાહેરાત કરી કે તે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે અને પાર્ટી કોઇ નવા નેતાને મુખ્યમંત્રી બનાવશે.
ભાજપ કરી હતી રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ
થોડા દિવસ પહેલા દિલ્હીમાં ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પત્ર લખીને માંગ કરી હતી કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે.
કોણ બનશે દિલ્હીનો નવો મુખ્યમંત્રી?
આ લગભગ નક્કી છે કે ધારાસભ્યોમાંથી પાર્ટી કોઇ નેતાને જ મુખ્યમંત્રી બનાવશે. આવી સ્થિતિમાં ત્રણ મોટા ચહેરાના નામ મુખ્યમંત્રી તરીકે સૌથી આગળ છે. આ ત્રણેય ચહેરા આમ આદમી પાર્ટીની સરકારમાં કેબિનેટ મંત્રી છે અને 2012માં આમ આદમી પાર્ટીની સ્થાપના પછીથી અરવિંદ કેજરીવાલની નજીકના ગણાય છે.
ગોપાલ રાય
પ્રથમ નામ આવે છે ગોપાલ રાયનું. ગોપાલ રાય દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક છે અને અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં પાર્ટી સંગઠનનું કામકાજ સંભાળે છે. ગોપાલ રાય કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી છે. ગોપાલ રાય બાબરપુર બેઠક પરથી ધારાસભ્ય છે.
આતિશી માર્લેના
બીજા નંબર પર આવે છે આતિશી માર્લેનાનું. આતિશી દિલ્હી સરકારમાં PWD, શિક્ષણ જેવા મહત્ત્વના મંત્રી છે. તે દિલ્હીના કાલકાજી બેઠક પરના ધારાસભ્ય છે અને સરકારના નિર્ણયને મીડિયા સામે મુકતા આવ્યા છે. તે મીડિયામાં આમ આદમી પાર્ટીનો મોટો ચહેરો પણ છે. મહિલા હોવાને કારણે તેમના નામ પર પાર્ટી દાવ લગાવી શકે છે. 15 ઓગસ્ટે જ્યારે કેજરીવાલ તિહાડ જેલમાં હતા અને તિરંગો ફરકાવવાનો કાર્યક્રમ હતો એવામાં કેજરીવાલે આતિશીનું નામ આગળ કર્યું હતું.
સૌરભ ભારદ્વાજ
ત્રીજા નંબર નામ આવે છે સૌરભ ભારદ્વાજનું. સૌરભ ભારદ્વાજ દિલ્હીની ગ્રેટર કૈલાશ સીટ પરથી ધારાસભ્ય છે અને સરકારમાં મંત્રી પણ છે. સૌરભ ભારદ્વાજ પાસે સ્વાસ્થ્ય, શહેરી વિકાસ જેવા મંત્રાલય છે.
દિલ્હીના મુખ્યમંત્રીની રેસમાં આ નામ પણ ચર્ચામાં
દિલ્હીના નજફગઢના ધારાસભ્ય કૈલાશ ગહેલોતનો જન્મ જાટ પરિવારમાં થયો હતો. નજફગઢ દિલ્હીના બહારના વિસ્તારમાં સ્થિત છે અને હરિયાણાના ગુરૂગ્રામ અને બહાદુરગઢ સાથે બોર્ડર શેર કરે છે. કૈલાશ ગહેલોત જાટ હોવાને કારણે માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી તેમને નવા મુખ્યમંત્રી બનાવે છે તો હરિયાણામાં પાર્ટીને ફાયદો મળી શકે છે.








