મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીના આગામી સીએમ કોણ? સિસોદિયા-કેજરીવાલની મુલાકાતમાં આ ચહેરા પર વાગી શકે છે મહોર

દિલ્હી સીએમ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા બાદ કહ્યું કે, જ્યાં સુધી જનતા 'ઈમાનદારીનું પ્રમાણપત્

દિલ્હીના આગામી સીએમ કોણ? સિસોદિયા-કેજરીવાલની મુલાકાતમાં આ ચહેરા પર વાગી શકે છે મહોર

દિલ્હી સીએમ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા બાદ કહ્યું કે, જ્યાં સુધી જનતા 'ઈમાનદારીનું પ્રમાણપત્ર' નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં. સાથે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની જેમ મનીષ સિસોદિયા પણ આગામી ચૂંટણીની જીત સુધી પદ સંભાળશે નહીં. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા અરવિંદ કેજરીવાલની મુલાકાત કરવાના છે. કેજરીવાલે સીએમ પદ છોડવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ આ બેઠક થવા જઈ રહી છે.

પાર્ટીના એક અધિકારીએ સોમવારે કહ્યું, 'સિસોદિયા અને કેજરીવાલ આજે મળશે. કેજરીવાલના નિર્ણય બાદ બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત છે. બેઠકમાં આગામી મુખ્યમંત્રી અંગે ચર્ચા થઈ શકે છે. બંને નેતાઓની બેઠક સિવિલ લાઈન્સ વિસ્તારમાં મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને યોજાશે.

નવા સીએમ આમ આદમી પાર્ટીમાંથી પસંદ કરવામાં આવશે

કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ બાદ મહિનાઓ સુધી જેલમાં રહી સંઘર્ષ કર્યા બાદ જામીન પર બહાર આવેલા કેજરીવાલે કહ્યું કે, તેઓ 2-3 દિવસની અંતર ધારાસભ્યદળની બેઠક બોલાવશે. કેજરીવાલની જાહેરાત બાદ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધી વિવાદોથી દૂર રહેલા મંત્રી કૈલાશ ગેહલોતનું નામ પણ વિચારી શકાય છે. પાર્ટી જાટ નેતાને તાજ પહેરાવીને હરિયાણામાં ફાયદો મેળવવાનો પ્રયાસ પણ કરી શકે છે. એવી પણ ચર્ચા છે કે કેજરીવાલની પત્ની સુનીતાને પણ આ જવાબદારી આપવામાં આવી શકે છે. કેજરીવાલ સરકારના મંત્રીઓ આતિશી અને ગોપાલ રાયના નામ રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, સિસોદિયા અને કેજરીવાલ સીએમ પદના સંભવિત ચહેરાઓ અંગે ચર્ચા કરશે. અને એક નામ નક્કી કરીને ધારાસભ્ય દળની બેઠકમાં મંજૂરી માટે ધારાસભ્યો સમક્ષ મૂકવામાં આવશે. ભાજપની જેમ કેજરીવાલ બિન ચર્ચિત આશ્ચર્યજનક ચહેરો પણ જાહેર કરી શકે છે. તે દલિત ચહેરા પર પણ દાવ લગાવે. પહેલા રાજ કુમાર આનંદ અને પછી રાજેન્દ્ર પાલ ગૌતમના રાજીનામા બાદ દલિતોમાં સંદેશો આપવાનો પ્રયાસ થઈ શકે છે.

આ સમાચાર શેર કરો