મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સાંવલી સૂરત, નીલી આંખો, હાથમાં માળા..., મહાકુંભમાં આ મૃગનૈની થઈ રહી છે વાયરલ 

પ્રયાગરાજમાં મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે. સંગમ સ્થાને લોકો પુણ્યની ડૂબકી મારી ર

VIDEO: સાંવલી સૂરત, નીલી આંખો, હાથમાં માળા..., મહાકુંભમાં આ મૃગનૈની થઈ રહી છે વાયરલ 

પ્રયાગરાજમાં મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે. સંગમ સ્થાને લોકો પુણ્યની ડૂબકી મારી રહ્યા છે ત્યારે આ મહાકુંભમાં IIT બાબા પછી હવે માળા વેચતી એક છોકરી વાયરલ થઈ રહી છે. ત્રિવેણી સંગમના પવિત્ર વાતાવરણ વચ્ચે જ્યાં ભક્તો પોતાના પાપો ધોવા માટે ભેગા થાય છે. ત્યાં ઇન્દોરની એક છોકરી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. આનું કારણ છોકરીનો દેખાવ છે.

આ પણ વાંચોઃ મહાકુંભમાં નવો રેકોર્ડ, 6 દિવસમાં 7 કરોડ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી

ભૂરી આંખો, ઘેરા રંગ અને બોલવાની અનોખી છટાને કારણે વાયરલ થઈ રહી છે. આ છોકરીનું નામ મોનાલિસા છે. મોનાલિસાનો વીડિયો વાયરલ થયા બાદ લોકો બે જૂથોમાં વહેંચાઈ ગયા છે. એક તરફ કેટલાક લોકોએ છોકરીના કુદરતી સૌંદર્યના વખાણ કર્યા. બીજી તરફ, ઘણા લોકોએ એવા લોકોની ટીકા કરી જેમણે મહાકુંભ જેવા પવિત્ર સ્થાને આ છોકરી સાથે ફોટો પાડવાની તકમાં ફેરવી દીધો.

મેળા દરમિયાન જ એક ઇન્સ્ટાગ્રામ યુઝરે ફૂલ વેચનારી આ મહિલા સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું કે 'હું સોશિયલ મીડિયા પર પણ છું અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરું છું. 

એમપીના ઇન્દોરની રહેવાસી

વાતચીત દરમિયાન યુવતી જણાવે છે કે 'હું મધ્યપ્રદેશના ઇન્દોરની રહેવાસી છું. હું માળા વેચું છું.' જોકે, તેણે આ દરમિયાન પોતાનું નામ જણાવ્યું નહીં અને વાતચીત દરમિયાન અધવચ્ચે જ જતી રહી. 

મોનાલિસા સાથે તુલના

માળા વેચનારી યુવતીની તુલના મોનાલિસા સાથે કરવામાં આવી રહી છે. મહાકુંભમાં પહોંચેલા લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતાં નજર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ કહી રહ્યા છે કે તે 'ખૂબ સુંદર લાગી રહી છે.'

આ સમાચાર શેર કરો