હરિયાણામાં કઇ બેઠક પર કોણ આગળ અને કોણ પાછળ
હરિયાણાની 90 બેઠકો પર મતગણતરી થઇ રહી છે. મુખ્યમંત્રી નાયબસિંહ સૈની, ભૂપિન્દરસિંહ હુડ્ડા, વિનેશ ફોગ

હરિયાણાની 90 બેઠકો પર મતગણતરી થઇ રહી છે. મુખ્યમંત્રી નાયબસિંહ સૈની, ભૂપિન્દરસિંહ હુડ્ડા, વિનેશ ફોગાટ, રંજીત સિંહ ચૌટાલા, દુષ્યંત ચૌટાલા, ગોપાલ કાંડા અને સાવિત્રી જિંદલ સહિત કેટલાક મોટા ચહેરા ચૂંટણી મેદાનમાં છે. રાજ્યની VIP બેઠકોની શું સ્થિતિ છે તેના વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ.
હરિયાણામાં શરૂઆતના વલણમાં કેવી છે સ્થિતિ
હરિયાણામાં શરૂઆતના વલણમાં ભાજપ 49 જ્યારે કોંગ્રેસ 35 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. INLD 2 અને અન્ય 3 બેઠક પર આગળ ચાલી રહ્યું છે.
ભાજપના ઉમેદવારની સ્થિતિ
નાયબસિંહ સૈની, લાડવા (આગળ)
અનિલ વિંજ, અંબાલા કેન્ટ (પાછળ)
શ્રુતિ ચૌધરી, તોશામ (આગળ)
કેપ્ટન અભિમન્યુ, નારનૌદ (આગળ)
કોંગ્રેસના ઉમેદવારની સ્થિતિ
વિનેશ ફોગાટ, જુલાના (પાછળ)
આદિત્ય સુરજેવાલા, કૈથલ (પાછળ)
ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, ગઢી સાંપલા (આગળ)
અન્યની સ્થિતિ
દુષ્યંત ચૌટાલા, ઉચાના કલાં (પાછળ)
સાવિત્રી જિંદલ, હિસાર (આગળ)
ગોપાલ કાંડા, સિરસા (પાછળ)








