Video: પુસ્તક આવશે ત્યારે તમાશો તો થશે જ, હવે મારો વારો છે, પુસ્તક રિલીઝ પહેલાં સોનિયા ગાંધીનું મોટું નિવેદન

સોનિયા ગાંધીનું નવું પુસ્તક બિલોંગિંગ-અ જર્ની ઓફ લવ 10 નવેમ્બરના રોજ લોન્ચ થવા જઈ રહ્યું છે. આ પુસ્તકમાં તેમણે પોતાના અંગત જીવન અને રાજકીય સફરના અનેક વણકહ્યા પ્રકરણો ખોલ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર એક્સ પર પોતાનું નવું એકાઉન્ટ શરૂ કર્યા બાદ એક વીડિયો શેર કરતાં તેમણે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવામાં આવી રહ્યા હતા, ત્યારે તેઓ તેના સખત વિરોધમાં હતાં. તેમણે કહ્યું કે, હું ક્યારેય નહોતી ઈચ્છતી કે રાજીવ ગાંધી વડાપ્રધાન બને. પોતાના આ વીડિયો પોસ્ટના કેપ્શનમાં સોનિયા ગાંધીએ લખ્યું કે, જ્યારે આ પુસ્તક આવશે, ત્યારે થોડો તમાશો તો થશે જ. છેવટે, બીજા લોકોએ દાયકાઓ સુધી મારી કહાની કહી છે, હવે મારો વારો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, ઘણી બધી વાતો ઉપજાવી કાઢેલી હતી અથવા તો તેને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી હતી. તેથી મને થયું કે હવે હું મારી વાર્તા જાતે લખી શકું છું, જેથી તમામ તથ્યો અને ઘટનાઓ જેવી સાચે જ ઘટી હતી તેવી દુનિયા સમક્ષ લાવી શકાય.






