નવક્લેવર શું છે? ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી ધાર્મિક વિધિમાં આખા શહેરમાં કરવામાં આવે છે અંધારું
ધાર્મિક નગરી ઉજ્જૈનમાં દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ત્યારે ઉજ્જૈનમાં દરે વર્ષે દેવ

ધાર્મિક નગરી ઉજ્જૈનમાં દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ત્યારે ઉજ્જૈનમાં દરે વર્ષે દેવાસ રોડ ખાતે આવેલા ઈસ્કોન મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. અષાઢી બીજના દિવસે એટલે કે આજે (7 જુલાઈ) રથયાત્રાનો પ્રારંભ થતા મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે, જે લોકો આ યાત્રાનો ભાગ બને તેઓ વાસના, ક્રોધ અને લોભથી મુક્તિ મેળવે છે. બીજી તરફ, ઉજ્જૈનના ઈસ્કોન મંદિર ખાતે 12 વર્ષમાં કરવામાં આવતી ધાર્મિક વિધિમાં આખા શહેરમાં અંધારું કરવામાં આવે છે.
12 વર્ષમાં મૂર્તિ બદલવામાં આવતી ધાર્મિક વિધિ
ઉજ્જૈન ઈસ્કોન મંદિરના પીઆરઓ પંડિત રાધવે જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિરને લઈને અનેક રહસ્યો છે. 12 વર્ષની અંદર ધામની મૂર્તિઓને બદલવામાં આવે છે. જેને ધાર્મિક વિધિ પ્રમાણે નવક્લેવર કહેવામાં આવે છે. જેમાં નવક્લેવરનો અર્થ થાય છે, નવું શરીર અને પરંપરા. આ વિધિ પ્રમાણે જગન્નાથ મંદિરમાં જગન્નાથ ભગવાન, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે.
ધાર્મિક વિધિ દરમિયાન આખા શહેરમાં અંધારું કરવામાં આવે છે
નવક્લેવરની ધાર્મિક વિધિમાં ભગવાનની મૂર્તિઓ 12 વર્ષે બદલવામાં આવે છે. જ્યારે આ વિધિ કરવામાં આવે છે ત્યારે શહેરની લાઈટો બંધ કરીને આખું શહેર અંધારામય બનાવી દેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ પરંપરા ગુપ્ત હોવાથી મંદિરના પૂજારી પણ ભગવાન ન જોઈ જાય એનું ધ્યાન રાખવામાં આવે છે.
ઉજ્જૈનમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી
આજે (7 જુલાઈ) ઉજ્જૈનમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નીકાળવામાં આવી છે. ભગવાન જગન્નાથજીએ રથ પર સવાર થઈને ભક્તોને દર્શન આપ્યા હતા. રથયાત્રામાં સાધુ સંતો, જન પ્રતિનિધિ, દેશ વિદેશથી આવેલા અનેક ભક્તો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 2 વાવ્યાથી નીકળેલી રથયાત્રા આગરા રોડથી થઈને ચામુંડા માતા ક્રોસરોડ, ફ્રીગંજ ઓવર બ્રિજ, ટાવરથી ત્રણ બત્તિ ક્રોસરોડ, ઈસ્કોન ત્રણ રસ્તા થઈને મંદિર સુધી પહોંચશે. જ્યાં કલેક્ટર નીરજ કુમાર દ્વારા પૂજન કર્યા બાદ ભગવાનને ગુંદીચા સ્થિત વેદીમાં બિરાજમાન કરવામાં આવે છે.






