Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : West Bengal Minister Jyotsna Mandi's husband beaten up in public by BJP workers

પ. બંગાળના મંત્રી જ્યોત્સના મંડીના પતિને ભાજપના કાર્યકરોએ જાહેરમાં માર માર્યો, ચારની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2025
લાઇવ ટીવીGoogle News
પ. બંગાળના મંત્રી જ્યોત્સના મંડીના પતિને ભાજપના કાર્યકરોએ જાહેરમાં માર માર્યો, ચારની ધરપકડ

West Bengal news | પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસની સરકારમા પુરવઠા વિભાગના રાજ્યમંત્રી જ્યોત્સના માંડીના પતિ તુહીનને બજારની વચ્ચે કેટલાક લોકોએ સરેઆમ મારઝૂડ કરી. આ ઘટના બાંકુડા જિલ્લાના ખાતડા શહેરમાં બની હતી. 

App Store

પોલીસે આ કેસમાં સ્થાનિક ભાજપ નેતા શાંતનુ સિંહ અને તેમના પક્ષના ચાર કાર્યકરોની ધરપકડ કરી છે. આ ઘટનાને લઈને જ્યોત્સના માંડીએ જણાવ્યું હતું કે મારા પતિ સરકારી કર્મચારી છે. તે રાજકારણમાં સામેલ નથી. આમ છતાં ભાજપના લોકોએ તેને નિશાન બનાવ્યા. આ ઘટના ખાતડા શહેરને અશાંત કરવાનું કાવતરું છે. મેં પોલીસ, વહીવટીતંત્ર અને ટોચની નેતાગીરીને આ ઘટનાની જાણ કરી છે. તે યોગ્ય પગલાં ઉઠાવશે.

15-16 લોકોના જૂથે મંત્રીના પતિ પર હુમલો કર્યો

મળેલી જાણકારી મુજબ શુક્રવારે રાતે 15-16 લોકોના જૂથે મંત્રીના પતિ પર હુમલો કર્યો. તેને લાકડીઓથી ઠમઠોર્યો, જેના કારણે તેમની પીઠ અને હાથને ઇજા થઈ છે. આસપાસમાં હાજર કેટલાક લોકોએ તેના પતિને બચાવ્યો હતો અને હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ઘરે મોકલી દેવાયા છે. 

બીજી બાજુએ ભાજપના બાંકુડા સંગઠન જિલ્લાધ્યક્ષ પ્રસેનજીત ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે અમારા લોકોને ખોટા કેસોમાં ફસાવાઈ રહ્યાં છે. વાસ્તવમાં મંત્રીના પતિની દાદાગીરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો છે. જ્યારે ભાજપના જિલ્લા સંગઠન સચિવ દીપક દાસે દાવો કર્યો હતો કે તૃણમૂલના ગુંડાઓએ ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેણે લાઠીચાર્જ કર્યો હતો. તેમા મંત્રીના પતિને ઇજા થઈ હતી. 

 

ટોપિક્સ:પ. બંગાળjyotsna mandi