મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

‘અમે રશિયામાં ભૂપ્પી ગેંગના સભ્યની હત્યા કરાવી’: ગોલ્ડી બ્રારનો દાવો, પંજાબની ગેંગ વોર રશિયા પહોંચી

સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ અમેરિકામાં રહેતા ગેંગસ

‘અમે રશિયામાં ભૂપ્પી ગેંગના સભ્યની હત્યા કરાવી’: ગોલ્ડી બ્રારનો દાવો, પંજાબની ગેંગ વોર રશિયા પહોંચી

સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ અમેરિકામાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે રશિયામાં એક વ્યક્તિની ઘાતકી હત્યા કરી નાખી છે. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના મર્ડરના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારે પોસ્ટમાં દાવો કર્યો છે કે તેણે તેની ગેંગની બાતમી લીક કરનાર અજય રાણાની રશિયામાં નિર્દયતાથી હત્યા કરવી દીધી છે.

બ્રારે તેની પોસ્ટમાં દાવો કર્યો છે કે, કુખ્યાત ગેંગસ્ટર ભૂપ્પી રાણા, જે તેનો કટ્ટર હરીફ પણ છે, તેણે તેની ગેંગના સભ્ય અજય રાણાને બાતમીદાર બનાવીને ગોલ્ડીની ગેંગમાં સામેલ કર્યો હતો. અજય રાણા નામનો વ્યક્તિ ગોલ્ડીના નજીકના મિત્રો સાથે ભળી ગયો હતો. અને ગોલ્ડી બ્રાર સહિત તેની ગેંગના સભ્યોની પ્રવૃત્તિઓ અને લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. પોસ્ટમાં ગોલ્ડી બ્રારે દાવો કર્યો હતો કે અજય તેની ગેંગમાં પ્રવેશ્યો હતો અને તેણે સતત પોલીસને જાણકરી આપી હતી, જેના કારણે તેની ઘણી યોજનાઓ નિષ્ફળ ગઈ હતી.

ગોલ્ડીના કહેવા પ્રમાણે, અજય રાણાની રશિયામાં તેની ગેંગના સભ્યો દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ટોળકીએ હત્યા બાદ અજય રાણાનો ફોટો પણ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. બ્રારને ભારત અને કેનેડાની એજન્સીઓએ વોન્ટેડ જાહેર કર્યો છે. ગોલ્ડી બ્રાર હાલમાં અમેરિકામાં આશ્રય લઈ રહ્યો છે અને ત્યાંથી પંજાબ, દિલ્હી, હરિયાણા અને કેનેડામાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો છે.

ગોલ્ડી પાકિસ્તાનની મદદથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ કરે છે. તે અનેક હત્યાઓ અને હથિયારોની દાણચોરીમાં સામેલ હતો. ગોલ્ડીને અગાઉ ગુનેગાર ગણવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે કેન્દ્ર સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો હતો.

આ સમાચાર શેર કરો