મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ગ્વાલિયરમાં ધોધમાર વરસાદનું આગમનનીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી

સોર્સ: gstv

મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના વિવિધ ભાગોમાં વિજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે પડેલા વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. અચાનક શરુ થયેલા વરસાદને કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને કાળઝાળ ગરમી અને અકળામણમાંથી મુક્તિ મળી હતી.

આ સમાચાર શેર કરો